આવનારા 4 દિવસ આ રાજ્યોમાં ભારે ધુમ્મસ રહેશે, જાણો શું કહ્યું હવામાન વિભાગે?
ધુમ્મસ અને વાદળછાય વાતાવરણ વચ્ચે પંજાબના મોટાભાગના ભાગો, હરિયાણાના કેટલાક ભાગો, ચંદીગઢ, યુપી અને બિહારમાં ઠંડી જોવા મળી રહી છે. આ સિવાય રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ઠંડી જોવા મળી હતી.
નવી દિલ્હી : હાલ ઉત્તર ભારતમાં શિયાળો જામ્યો છે અને અને ભારે ઠંડી સાથે ધુમ્મસ જોવા મળી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગળના 4 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવ જોવા મળી શકે છે. હવામાન વિભાગે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને પંજાબ સહિતના ઉત્તર ભારતના રાજ્યો માટે આ આગાહી કરી છે. ભારત હવામાને આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના પણ વ્યક્ત કરી છે.

હાલની સ્થિતીની વાત કરીએ તો, ધુમ્મસ અને વાદળછાય વાતાવરણ વચ્ચે પંજાબના મોટાભાગના ભાગો, હરિયાણાના કેટલાક ભાગો, ચંદીગઢ, યુપી અને બિહારમાં ઠંડી જોવા મળી રહી છે. આ સિવાય રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ઠંડી જોવા મળી હતી.
હવામાન વિભાગ અનુસાર, આવનારા 4 દિવસ ઉત્તર-પશ્ચિમ ભારતના મૈદાની વિસ્તારોમાં ભારે ધુમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 4 દિવસ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવ યથાવત રહેશે.
હવામાન વિભાગે આપેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 3-7 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળ્યુ છે. રવિવારે રાજસ્થાનના ઉત્તરીય ભાગોમાં અને પંજાબ અને હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ કોલ્ડ વેવ જોવા મળી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
