2020 સુધી દેશના 21 શહેરોમાં હશે પીવાના પાણીનું ભારે સંકટ
જળ જ જીવન છે એ તમે ઘણીવાર સાંભળ્યુ હશે પરંતુ તેમછતાં આપણે પાણીની બરબાદીને રોકવાની કોશિશ કરતા નથી. જો પરિસ્થિતિ બદલવા માટે આપણે જાતે આગળ નહિ આવીએ તો આવનારા અમુક વર્ષોમાં દેશની લગભગ અડધી વસ્તીને પીવાના પાણી માટે તરસવુ પડશે. હાલમાં જ નીતિ પંચનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે આગામી એક વર્ષમાં એટલે કે 2020 સુધી દેશના 21 શહેરોનું ગ્રાઉન્ડ લેવલ વૉટર ખતમ થઈ જશે. જેના કારણે દેશની 10 કરોડ વસ્તીને પીવાના પાણી માટે તરસવુ પડશે. જે 21 શહેરોમા ગ્રાઉન્ડ લેવલ વૉટર આગલા વર્ષે ખતમ થઈ જશે તેમાં દિલ્લી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા શહેરો પણ શામેલ છે.
આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણી વિવાદઃ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થશે હાજર

40 ટકા વસ્તી માટે નહિ હોય પાણી
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે 2030 સુધી દેશની 40 ટકા વસ્તી માટે પીવાનું પાણી નહિ હોય. જે રીતે નીતિ પંચનો આ રિપોર્ટ સામે આવ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે સ્થિતિ ઘણી ભયાનક બની ગઈ છે. આગલા વર્ષે દેશના 21 શહેરોએ પીવાના પાણી ઝઝૂમવુ પડશે. ચેન્નઈન ત્રણ નદીઓ, ચાર જળ સ્ત્રોત, પાંચ તળાવ, છ જંગલ સંપૂર્ણપણે સૂકાઈ ચૂક્યા છે. ચેન્નઈની આ હાલત ત્યારે છે જ્યારે અન્ય મેટ્રો શહેરોની તુલનામાં અહીં સારા વૉટર રિસોર્સ અને વરસાદના પાણીન બચાવવાની સારી વ્યવસ્થા છે.

આવનારી પેઢીઓ વિશે વિચારવુ પડશે
નેશનલ વૉટર એકેડમીના પૂર્વ ડાયરેક્ટર મનોહર ખુસલાનીએ કહ્યુ કે સરકાર ચેન્નઈના વિલવણીકરણ પર નિર્ભર છે કે જે ઘણુ મોંઘુ છે. એટલુ નહિ સરકાદ કદાચ એ ભૂલી ગઈ છે કે ધરતી પર સીમિત પાણી છે, સમુદ્ર પર સૂકાઈ જશે. આપણે બાળકો માટે, આવનારી પેઢીઓ માટે શું છોડીને જઈશુ. આપણી પાસે બહુ પૈસા હોઈ શકે છે પરંતુ આપણે આપણા બાળકોને એ ન કહી શકીએ કે પૈસા પી લે. સમુદ્રના પાણીનો ઉપયોગ કરવો, તેનુ વિલવણીકરણ કરવુ સમાધાન નથી. પરંતુ આપણા પાણીની ઉપજ વધારવી પડશે.

આપણે મળીને કામ કરવુ પડશે
મનોહર ખુસલાનીએ કહ્યુ કે આ આપણી અને સરકારની જવાબદારી છે કે આપણે પાણીને બચાવીએ, સાથે જ ગ્રાઉન્ડ લેવ વૉટરને વધારવાની દેશવાસીઓને મળીને કોશિશ કરવી જોઈએ. વરસાદના પાણીને સંરક્ષિત કરવુ બહુ મુશ્કેલ કામ નથી. તમે સરળતાથી સેસ પાણીને બચાવી શકો છો. આપણે આના માટે પોતાનુ દિલ મોટુ કરવુ પડશે, પોતાની જવાબદારીઓને સમજવી પડશે, આવનારી પેઢીઓ વિશે વિચારવુ પડશે.