For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજુ વરસાદ અને ઠંડીથી રાહત નહીં મળે, જાણો શું કહ્યું હવામાન વિભાગે?

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવે હવામાન વિભાગે ખેડૂતોની ચિંતા વધારનારા સમાચાર આપ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ત્યારે હવે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદને કારણે હાલ ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીએ ફરીથી ખેડૂતોની ચિંતા વધારી છે.

rain

છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપી-બિહાર સહિતના રાજ્યોમાં વરસાદને કારણે ઠંડી વધી છે. હવે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 ફેબ્રુઆરીએ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફ વર્ષા જોવા મળશે. આની અસર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળશે અને ફરીથી તાપમાનમાં ઝડપી ઘટાડો થતા ઠંડી વધશે.

હવામાન વિભાગે વધુમાં કહ્યું છે કે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ રાજ્યોમાં એલર્ટ જારી કરાયુ છે. આ સિવાય યુપી, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ વરસાદની સાથે કેટલીક જગ્યાઓએ કરા પડી શકે છે. આગામી 24 કલાકમાં હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં હવામાન શુષ્ક રહેશે અને વરસાદની સંભાવના નથી.

હાલ દેશમાં વાતાવરણમાં ઝડપથી ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતમાં હવામાન શુષ્ક રહેશે. આ સિવાય આસામ, સિક્કિમ, મિઝોરમમાં પણ વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, બંગાળ અને ઓડિશામાં પણ હવામાનમાં ફેરફાર દેખાયા છે અને 2 ફેબ્રુઆરીથી અહીં પણ હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. બદલાતા હવામાને વૈજ્ઞાનિકોને ચકિત કર્યા છે અને ખેડૂતો પણ પરેશાન છે.

English summary
There will be no relief from rain and cold yet, know what the Meteorological Department said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X