ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેશે 10 આસિયાન દેશના નેતાઓ

Written By:
Subscribe to Oneindia News

26 જાન્યુઆરી, 2018માં ભારતદેશ પોતાનો 69મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ વર્ષની ઉજવણી વધુ ખાસ એટલા માટે છે કારણ કે, 10 આસિયાન દેશોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના એશિયાઇ દેશો સાથેના સંબંધો વદુ મજબૂત થાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ આસિયાન દેશોના પ્રમુખોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગત વર્ષે 14 નવેમ્બરના રોજ ફિલિપાઇન્સમાં યોજાયેલ 15મી આસિયાન-ઇન્ડિયા સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી અને એ દરમિયાન જ અન્ય દેશના નેતાઓને ગણતંત્ર દિને ભારતની મહેમાનગતિ સ્વીકારવા વિનંતી કરી હતી.

Narendra Modi

આ 10 નેતાઓમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપુર, વિયેતનામ, થાયલેન્ડ, મ્યાનમાર, ફિલિપાઇન્સ, કંબોડિયા, બ્રુનેઇ, લાઓસના નેતાઓનો સમાવેશ થાય છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ આસિયાન-ઇન્ડિયા સમિટ દરમિયાન પહેલી જ વાર પીએમ મોદીને મળ્યા હતા અને આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. આસિયાન દેશના ઘણા નેતાઓ પહેલી જ વાર આપણા દેશની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ વર્ષના ગણતંત્ર દિવસની ઉજવણી ઘણી જ શાનદાર રહેશે, એમાં શંકાને કોઇ સ્થાન નથી.

English summary
these 10 Asean leaders to visit india on republic day

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.