તીરથ સિંહના રાજીનામા બાદ કોણ હોઈ શકે છે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી, ચર્ચામાં છે આ 4 નામ
તીરથ સિંહના રાજીનામા બાદ કોણ હોઈ શકે છે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી, ચર્ચામાં આ 4 નામ છે.
દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં રાજકીય હલચલ વચ્ચે તીરથ સિંહ રાવતે શુક્રવાર(2 જુલાઈ)ની રાતે 11 વાગે મુખ્યમંત્રીના પદેથી રાજીનામુ આપી દીધુ. ભાજપ એક-બે દિવસમાં નવા સીએમના નામનુ એલાન કરી શકે છે. ભાજપે આજે શનિવાર(3 જુલાઈ) સાંજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ભાજપ નેતૃત્વ હવે વર્તમાન ધારાસભ્યોમાંથી કોઈ એકને ઉત્તરાખંડના નવા સીએમ બનાવી શકે છે. આ બેઠકમાં કયા ધારાસભ્યને સીએમ બનાવવામાં આવે તેના પર મહોર લાગી શકે છે.

ઉત્તરાખંડ ભાજપના મીડિયા પ્રભારી મનવીર સિંહ ચૌહાણે કહ્યુ છે કે આ બેઠક દહેરાદૂનમાં શનિવારે સાંજે 3 વાગે થશે. બધા ધારાસભ્યોને દહેરાદૂનમાં આવવા માટે કહેવામાં આવ્યુ છે. રિપોર્ટ મુજબ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દહેરાદૂન જશે. પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવશે.
આ ચાર નામ પર છે ચર્ચા
મીડિયા રિપોર્ટ મુજબ સીએમ બનવાની લિસ્ટમાં રાજ્ય સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી (સ્વતંત્ર હવાલો) ધન સિંહ રાવતનુ નામ સૌથી ટૉપ પર આવી રહ્યુ છે. ત્યારબાદ રાજ્ય સરકારમાં મંત્રી બંશીધર ભગત, પર્યટન મંત્રી સતપાલ મહારાજ અને હરક સિંહ રાવતનુ નામ પણ નવા મુખ્યમંત્રીની ચર્ચા લિસ્ટમાં શામેલ છે.
ધનસિંહ રાવત શ્રીનગરના ધારાસભ્ય છે. તેઓ ઉત્તરાખંડ ભાજપમાં સંગઠન મંત્રી પણ રહી ચૂક્યા છે. વળી, બંશીધર ભગત કાલાઢૂંગી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. હરક સિંહ રાવત અને સતપાલ મહારાજ બંને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
