કપિલ શર્માએ મોદીને ફરિયાદ કરી, 'શું આ જ છે અચ્છે દિન?
કપિલ શર્માએ સોશ્યિલ મીડિયા પર નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી છે. જેને આજે સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડમાં આવી ગયું છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કપિલ શર્મા પાસેથી લાંચ માંગી હોવાની ફરિયાદ થઇ. કપિલે ટ્વીટ કરી કહ્યું કે છેલ્લા 5 વર્ષથી હું 15 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરું છું. તેમ છતાં મારે ઑફિસ ખોલવા માટે બીએમસીને 5 લાખની લાંચ આપવી પડશે?
કપિલ શર્માનું કહેવું છે કે, તેમની પાસેથી લાંચ માંગવામાં આવી રહી છે. માટે તેમણે ડાઈરેક્ટ પ્રધાનમંત્રી મોદીને આ પ્રશ્ન કર્યો કે, શું આ જ છે તમારા અચ્છે દિન? તે મુંબઈમાં પોતાની ઓફિસ બનાવવા માંગે છે, તેના માટે બીએમસીના અધિકારીઓ 5 લાખ રુપિયા લાંચ માંગે છે.

કપિલ શર્માની આ ટવિટ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ચુકી છે. લોકો કપિલ શર્માના સમર્થનમાં આવી ચુક્યા છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કપિલ શર્મા પાસેથી જે લાંચ માંગી છે તેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
