For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આવી રાજનૈતિક પાર્ટીઓ, NDAના સહયોગી પણ સામેલ

ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આવી રાજનૈતિક પાર્ટીઓ, NDAના સહયોગી પણ સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ કૃષિ કાનૂન વિરુદ્ધ સતત 11 દિવસથી દિલ્હીની સીમા પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકારની 5 તબક્કાની વાતચીત બાદ પણ કોઈ પરિણામ નિકળ્યું નથી ત્યારે હવે ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોના આ પ્રસ્તાવિત ભારત બંધને હવે દેશમાં મોટા પાયે સમર્થન મળવું શરૂ થઈ ગયું છે.

farmer

NDAથી બહાર જઈ શકે RLP

જ્યારે ભાજપના સહયોગી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ પણ ભારતનું સમર્થન કર્યું છે. પાર્ટી નેતા અને સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે પીએમ મોદીને કૃષિ કાનૂન પરત લેવું જોઈએ. એનડીએમાં રહેવું કે નહિ તેનો અમે 8 ડિસેમ્બર બાદ ફેસલો લેશું.

કોંગ્રેસ વિવિધ જગ્યાએ પ્રદર્શન કરશે

ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસે સંપૂર્ણ સમર્થનની ઘોષણા કરી છે. ખેડૂતોની માંગના સમર્થનમાં 8 ડિસેમ્બરે કોંગ્રેસ તમામ રાજ્ય મુખ્યાલય અને જિલ્લા કાર્યાલયો પર પ્રદર્શન કરશે. કોંગ્રેસ કૃષિ કાનૂનનો પ્રસ્તાવ લવાયો ત્યારથી જ તેનો વિરોધ કરી રહી છે. રાહુલ ગાંધીએ કાનૂન લાગૂ થયા બાદ પંજાબમાં ખેડૂતોની એક વિશાળ રેલીને સંબોધિત કરી હતી.

ખેડૂતોની માંગના સમર્થનમાં ખુલ્લીને સામે આવી રહેલ આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંધને સમર્થન આપ્યું છે. આપ નેતા અને રાજ્યસભા સસાંસદ સંજય સિંહે કહ્યું કે પાર્ટીએ સંસદથી લઈ સડક સુધી તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને ખેડૂતોનું સમર્થન કરવાની ઘોષણા કરી છે. ખેડૂતો દિલ્હી પહોંચવા પર જ્યારે દિલ્હી પોલીસે સ્ટેડિયમને જેલ બનાવવા માટે મંજૂરી માંગી હતી તો દિલ્હી સરકારે તે ફગાવી દીધી હતી.

કેસીઆરે પણ સમર્થનની ઘોષણા કરી

તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા કે ચંદ્રશેખર રાવે પણ ખેડૂતોના ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. કેસીઆરે પાર્ટી કાર્યકર્તાઓને ભારત બંધને સફળ બનાવવામાં સહયોગ કરવાની અપીલ કરી છે.

વામ દળોનું પણ સમર્થન

બંધનું સીપીએમ, સીપીઆઈ, સીપીઆઈ-એમએલ, રિવૉલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી અને ઑલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક સહિત તમામ વામ દળોએ પોતાનું સમર્થન આપ્યું છે. વામદળો તરફથી જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં ખેડૂતોની માંગના સમર્થન અને આ કાનૂન પરત લેવા માટે ભારત બંધનું સમર્થન કરવાની વાત કહી છે. ખેડૂતોના ભારત બંધના આહ્વાનને તૃણમૂલ કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે.

ટ્રેડ યૂનિયને પણ સમર્થન આપ્યું

રાજનૈતિક પાર્ટીઓની સાથે જ કેડૂતોના પ્રસ્તાવિત ભારત બંધના ટ્રેડ યૂનિયનોએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. ઈન્ડિયન નેશનલ ટ્રેડ યૂનિયન કોંગ્રેસ, ઑલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ, હિંદ મજૂર સભા, સેંટર ફોર ઈન્ડિયન ટ્રેડ યૂનિયંસ, ઑલ ઈન્ડિયા ટ્રેડ ઈન્ડિયન સેંટર અને ટ્રેડ યૂનિયનને કો-ઓર્ડિનેશન સેંટરે બંધનુા સમર્થનની ઘોષણા કરી છે.

જો ભાજપ સાથે હોત તો આજે હું સીએમ બની ગયો હતોઃ કુમારસ્વામીજો ભાજપ સાથે હોત તો આજે હું સીએમ બની ગયો હતોઃ કુમારસ્વામી

આની સાથે જ બેંક યૂનિયનમાં ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કંફેડેરેશન, ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન અને ઈન્ડિયન નેશનલ બેંક ઑફિસર્સ કોંગ્રેસે પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે.

English summary
these political parties including allies of the NDA are in support of farmers' Bharat Bandh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X