For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોમાં કોરોનાની રસી લીધા પછી જોવા મળે છે આ આડઅસરો, અવગણશો નહીં

કોરોના રસી 15 થી 18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી રહી છે. બાળકોમાં રસીકરણ પછી કેટલીક હળવી આડઅસરો જોવા મળી શકે છે. જો કે, આ લક્ષણો હળવા છે અને માતાપિતાએ તેનાથી ગભરાવાની જરૂર નથી.

|
Google Oneindia Gujarati News

કોરોના રસી 15 થી 18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી રહી છે. બાળકોમાં રસીકરણ પછી કેટલીક હળવી આડઅસરો જોવા મળી શકે છે. જો કે, આ લક્ષણો હળવા છે અને માતાપિતાએ તેનાથી ગભરાવાની જરૂર નથી. નિષ્ણાતોના મતે રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ કેટલાક લક્ષણો દેખાશે, જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ.

આ સાથે એ જાણવું પણ જરૂરી છે કે, પ્રથમ ડોઝ બાદ તરત જ અસર દેખાવાનું શરૂ નહીં થાય. પ્રથમ ડોઝના 4 અઠવાડિયા બાદ બીજો ડોઝ લેવામાં આવશે અને 4 અઠવાડિયા બાદ રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 18 અને 60 પ્લસ વય જૂથના લોકોમાં રસીકરણની કેટલીક સંભવિત આડઅસરો જોવા મળી હતી અને તે બાળકોમાં પણ જોવા મળી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આ હળવી આડઅસરો દર્શાવે છે કે, રસી કામ કરવાનું શરૂ કરી દીધુ છે.

ત્વચા પર લાલ નિશાન અને દુઃખાવો

ત્વચા પર લાલ નિશાન અને દુઃખાવો

જે હાથમાં રસી લગાવવામાં આવી છે, ત્યાં લાલ નિશાન અને દુઃખાવાની સમસ્યા થઈ શકે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ રસીકરણનીલાલાશ અને પીડા ઘટાડવા માટે રસીકરણ વિસ્તાર પર ઠંડુ, નરમ કપડું મૂકો.

બેહોશ થવું

બેહોશ થવું

રસીકરણ બાદ બેહોશ થવાની સમસ્યા પણ હોય શકે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, રસીકરણ બાદ લગભગ 15 મિનિટ સુધી બેસી રહેવાથી કેસૂવાથી આ સમસ્યા નહીં થાય.

હળવો તાવ આવવો

હળવો તાવ આવવો

રસીકરણ બાદ બાળકોને હળવો તાવ આવી શકે છે. આ માટે ડોક્ટરની સલાહ પર દવા લો.

થાક અને પીડા થવી

થાક અને પીડા થવી

રસી લીધા બાદ બાળકોને થાક અને શરીરના દુઃખાવાની સમસ્યા પણ થઈ શકે છે. સીડીસી અનુસાર બાળકને આરામ કરવા દો અને તેમને પુષ્કળ પ્રવાહી આપો. જો કે,પેકેજ્ડ પ્રવાહી વસ્તુઓ આપવાનું ટાળો.

ચક્કર આવવા

ચક્કર આવવા

કેટલાક બાળકો રસીકરણ બાદ ચક્કર અનુભવી શકે છે. જો કે, આ રસી લગાવવાની આડઅસર નથી. આવું ત્યારે થાય છે, જ્યારે બાળકો ખાલી પેટે રસી લે છે, તેથીધ્યાનમાં રાખો કે, બાળકો રસી લેવા માટે ખાલી પેટે ન જાય.

આ સિવાય અન્ય ઘણા લક્ષણો પણ જોવા મળી શકે છે. જો તમને લાગે કે, આ લક્ષણો હળવા નથી, તોતરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

ચક્કર આવવા

ચક્કર આવવા

કેટલાક બાળકો રસીકરણ બાદ ચક્કર અનુભવી શકે છે. જો કે, આ રસી લગાવવાની આડઅસર નથી. આવું ત્યારે થાય છે, જ્યારે બાળકો ખાલી પેટે રસી લે છે, તેથીધ્યાનમાં રાખો કે, બાળકો રસી લેવા માટે ખાલી પેટે ન જાય.

આ સિવાય અન્ય ઘણા લક્ષણો પણ જોવા મળી શકે છે. જો તમને લાગે કે, આ લક્ષણો હળવા નથી, તોતરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

English summary
These side effects are seen in children after taking the corona vaccine, do not ignore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X