For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પાકિસ્તાની વસ્તુઓની ભારતમાં છે જબરદસ્ત ડિમાન્ડ, સીમા પારથી આયાત થાય છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો કોઈથી છુપાયેલા નથી. સીમા પારથી આતંકવાદી ગતિવિધિઓ અને આતંકવાદ પર પાકિસ્તાનના ડબલ માપદંડએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો કર્યો છે

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો કોઈથી છુપાયેલા નથી. સીમા પારથી આતંકવાદી ગતિવિધિઓ અને આતંકવાદ પર પાકિસ્તાનના ડબલ માપદંડએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો કર્યો છે, પરંતુ તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની એવી ઘણી બધી વસ્તુઓ છે જેને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારતમાં આ પાકિસ્તાની વસ્તુઓની ઘણી માંગ છે. તેઓ સરહદ પરથી તેની આયાત કરવામાં આવે છે, પરંતુ પુલવામા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે 200 ટકા જેટલી આયાત ડ્યૂટી લગાવી દીધી છે, જેનાથી પાકિસ્તાનમાંથી આવનારી આ વસ્તુઓની આયાત પર અસર તો પડી છે, પરંતુ તેમની માંગ પર કોઈ અસર થઈ નથી.

પાકિસ્તાની ફળો અને ડ્રાયફ્રૂટની માંગ

પાકિસ્તાની ફળો અને ડ્રાયફ્રૂટની માંગ

ભારતમાં પાકિસ્તાનના તાજા ફળો અને ડ્રાયફ્રૂટની ભારે માંગ છે. પાકિસ્તાનથી આવનારા ફળો, તરબૂચ, ડ્રાયફ્રૂટનું મોટું બજાર ભારત છે. તો ભારતમાં પાકિસ્તાનનું મીઠું, સલ્ફર, પથ્થર, ચૂનો અને સિમેન્ટની માંગ છે. ભારતમાં લોકપ્રિય બિનાની સિમેન્ટ ફક્ત પાકિસ્તાનમાં જ બને છે. રોક સોલ્ટ પાકિસ્તાનમાં બનાવવામાં આવે છે. તથા મુલ્તાની માટી પાકિસ્તાનથી જ આવે છે, જેની ભારતમાં ઘણી માંગ છે.

ચામડાની વસ્તુઓની ભારે માંગ

ચામડાની વસ્તુઓની ભારે માંગ

પાકિસ્તાનથી આવનારી ચામડાની વસ્તુઓની ભારતમાં ઘણી માંગ છે. તથા ચશ્મામાં વપરાતા ઓપ્ટિકલ્સ પાકિસ્તાનથી આવે છે. ઉપરાંત, લાહોરના કુર્તા, પેશાવરી ચપ્પલો ભારતમાં લોકો ખુબ પસંદ કરે છે. આ ઉપરાંત, પાકિસ્તાનના મસાલાની પણ ભારતમાં માંગ છે.

પાકિસ્તાની કપડાં અને શાલની માંગ

પાકિસ્તાની કપડાં અને શાલની માંગ

પાકિસ્તાનના કપડા અને શાલની ભારતમાં ખુબ માંગ છે. અહીં લોકો પાકિસ્તાનથી આવનારા ગરમ કપડાંને ખુબ પસંદ કરે છે. અને મોટા જથ્થામાં કોટન ભારત આવે છે. પાકિસ્તાનથી સ્ટીલ મોટી માત્રામાં ભારતમાં લાવી વેચવામાં આવે છે. આ ઉપરાંત, પાકિસ્તાનમાંથી કાર્બનિક રસાયણો, મેટલ સંયોજનો મંગાવામાં આવે છે. ભારતમાં પાકિસ્તાની વસ્તુઓની મોટી માંગ છે. ભારતમાં પાકિસ્તાનની કોટન ફેબ્રીક બ્રાન્ડ ભારતમાં પ્રસિદ્ધ છે.

પાકિસ્તાનમાંથી કઈ કઈ વસ્તુઓ આવે છે

પાકિસ્તાનમાંથી કઈ કઈ વસ્તુઓ આવે છે

પાડોશી પાકિસ્તાનથી ભારતમાં તાજા ફળો સહિત 19 વસ્તુઓ મુખ્યત્વે ઉપલબ્ધ છે, જેમાં ફળોમાં જામફળ, કેરી અને અનાનસ સૌથી વધુ પાકિસ્તાનથી આવે છે આ સિવાય પાકિસ્તાન આપણને સિમેન્ટ વેચે છે. ખનિજ અયસ્ક, તૈયાર ચામડા, પ્રોસેસ્ડ ફૂડ, અકાર્બનિક કેમિકલ્સ, કાચો કપાસ, મસાલા, ઊન, રબર ઉત્પાદનો, આલ્કોહોલ, તબીબી સાધનો, દરિયાઇ માલ, પ્લાસ્ટિક, ડાઈ અને રમતો પાકિસ્તાનથી આવે છે. જો કે, પુલવામાં હુમલા બાદ, ભારતે આયાત ડ્યૂટીમાં 200 ટકાનો વધારો કર્યો છે, જેના પછી પાકિસ્તાન એક મોટો ધક્કો લાગ્યો છે.

English summary
These Top 10 Pakistani Goods are in High Demand in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X