For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટિ, ચીનના વુહાનથી આવ્યો હતો દર્દી

ભારતના કેરળ રાજયમાં કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટિ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ભારતના કેરળ રાજયમાં કોરોના વાયરસના ત્રીજા કેસની પુષ્ટિ થઈ ગઈ છે. ચીનથી ફેલાયેલો આ વાયરસ ભારત સહિત દુનિયાના લગભગ 25 દેશોમાં દસ્તક આપી ચૂક્યો છે. કેરળના આરોગ્ય મંત્રી કે કે શૈલજાએ કહ્યુ, દર્દીનો ઈલાજ કાસરગોડના કંજાંગડ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. હાલમાં તેની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યુ કે દર્દી ચીનના વુહાન શહેરથી પાછો આવ્યો હતો. આ ચીનનુ એ જ શહેર છે જ્યાંના સી-ફૂડ બજારથી આ વાયરસ ફેલાવવાનુ શરૂ થયુ હતુ. તમને જણાવી દઈએ કે ચીનમાં આ વાયરસે અત્યાર સુધીમાં લગભગ 350 લોકોના જીવ લીધા છે.

corona virus

ભારતમાં કોરોના વાયરસના ત્રણ કેસ કેરળમાં સામે આવ્યા છે. માહિતી મુજબ બાકીના બે દર્દી પણ ચીન ગયા હતા. કેરળમાં સરકારે 2 હજાર લોકોને વિવિધ હોસ્પિટલોમાં નિરીક્ષણ હેઠળ રાખ્યા છે. આ ઉપરાંત ઘરોમાં પણ લોકોની તપાસ કરવાં આવી રહી છે. કેરળનો પહેલો કેસ થિરુસરથી ગુરુવારે સામે આવ્યો હતો. આ મહિલા ચીનના વુહાન શહેરથી પાછી આવી હતી અને ત્યાં મેડીકલનો અભ્યાસ કરી રહી હતી.

ચીનમાં આ વાયરસે અત્યાર સુધીમાં લગભગ 350 લોકોના જીવ લીધા છે. વળી, 14 હજારથી વધુ લોકોમાં આનુ સંક્રમણ જોવા મળ્યુ છે. જો કે ભારતે પોતાના 650 લોકોને બહાર લાવી દીધા છે. ભારત માલદીવના સાત લોકોને પણ ચીનથી લઈને આવ્યુ છે. ચીન માટે સરકાર તરફથી બે એર ઈન્ડિયાના વિમાન ગયા હતા જ્યાં ફસાયેલા ભારતીયોને પાછા લઈને આવ્યા.

જો કે સરકાર એ ભારતીયોને લઈને ન આવી શકી જેમાં તાવ અને અન્ય ફરિયાદો જોવા મળી. કારણકે ચીની અધિકારીઓએ આ લોકોને વિમાનમાં ચડવાની પરવાનગી આપી નહિ. રવિવારે ભારત સરકારે ચીન માટે ઈ-વિઝાને પણ સસ્પેન્ડ કરી દીધા છે. દેશભરના એરપોર્ટ પર ફણ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ આના કારણે વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

આ પણ વાંચોઃ Coronavirus: ખતરનાક થયો ચીનનો વાયરસ, ભારતે હેલ્પલાઈન નંબર અને એડવાઈઝરી જાહેર કરીઆ પણ વાંચોઃ Coronavirus: ખતરનાક થયો ચીનનો વાયરસ, ભારતે હેલ્પલાઈન નંબર અને એડવાઈઝરી જાહેર કરી

English summary
third case of coronavirus tested positive in kerala, The patient had returned from Wuhan, China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X