For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વદેશી વેક્સીન COVAXINનું ફેઝ-3 ટ્રાયલ ઑક્ટોબરથી શરૂ થશે

ઉત્તર પ્રદેશના લખનઉ અને ગોરખપુરમાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરાશે

|
Google Oneindia Gujarati News

લખનઉઃ કોરોના મહામારીના તેજીથી વધી રહેલા પ્રકોપ વચ્ચે ભારત સહિત અન્ય કેટલાય દેશ કોવિડ 19થી બચાવ માટે વેક્સીન બનાવ્યા બાદ તેનું હ્યૂમન ટ્રાયલ કરી રહ્યા છે. જ્યારે હવે યૂપી પ્રમુખ સ્વાસ્થ્ય સચિવ મોહન પ્રસાદે જાણકારી આપી છે કે ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવમાં આવી રહેલી COVAXINનું ફેઝ-3નું ટ્રાયલ ઓક્ટોબરથી લખનઉ અને ગોરખપુરમાં શરૂ થશે.

coronavirus

આ જાણકારી પ્રમુખ સ્વાસ્થ્ય સચિવ મોહન પ્રસાદે આપી. તેમણે જણાવ્યું કે COVAXINનું ફેઝ-3નું ટ્રાયલ ઑક્ટોબરથી લખનઉ અને ગોરખપુરમાં શરૂ થશે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના ત્રીજા તબક્કાનું ક્લીનિકલ ટ્રાયલ ઉત્તર પ્રદેશના બે શહેર લખનઉ અને ગોરખપુરમાં કરવાની મંજૂરી આપી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે સંજય ગાંધી પીજીઆઈના નિદેશન જૉ આરકે ધીમનને લખનઉના નોડલ અધિકારી અે બીઆરડી મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ ગણેશ કુમારને ગોરખપુરના નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપની ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી શકે છે.

ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાને મળીને આ પહેલી સ્વદેશી ટીકા કોવેક્સીન તૈયાર કરી છે. આ વેક્સીનનું બે તબક્કામાં ટ્રાયલ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાં આ બે સંસ્થાનોની સાથોસાથ અન્ય લોકો પર પણ તેનું પરિક્ષણ કરવામાં આવશે. ટ્રાયલ માટે જરૂરી સુરક્ષા અને અન્ય પ્રોટોકોલનું સખ્તાઈથી પાલન કરાવવા માટે બે નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં પસંદિત 12 ચિકિત્સા સંસ્થાનોમાં આ વેક્સીનનું સેકન્ડ ટ્રાયલ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં કરવાની વાત જણાવવામાં આવી છે. બીજા તબક્કાના ટ્રાયલમાં 380 વૉલિંટિયરને (સ્વયંસેવક) સામેલ કરવામાં આવ્યા હતા.

કંપનીઓ માટે મોટી રાહત, સરકારે દેવાળિયા કાનૂનમાં 3 મહિનાની રાહત આપીકંપનીઓ માટે મોટી રાહત, સરકારે દેવાળિયા કાનૂનમાં 3 મહિનાની રાહત આપી

English summary
Third phase trial of indian made covid vaccine COVAXIN will begin in october
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X