Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ISRO ના રીયૂજેબલ લૉન્ચ વ્હીકલની ત્રીજી સફળ લેન્ડિંગ, તેજ પવન વચ્ચે 4.5 કિમી ઉંચાઇથી પુષ્પક રિલીઝ કર્યું

આજે એટલે કે 23 જૂને ઈસરોએ સતત ત્રીજી વાર રીયૂજેબલ લૉન્ચ વ્હીકલ (RLV) લેન્ડિંગ એક્સપેરિમેન્ટ (LEX)માં સફળતા મેળવી છે. પડકારજનક પરિસ્થિતિઓમાં "પુષ્પક"એ એડવાન્સ ઑટોનૉમસ કેપેબિલિટીનું પ્રદર્શન કરતાં એક સટીક હોરિજોંટલ લેન્ડિંગ પૂર્ણ કર્યું.

isro

કર્ણાટકના ચિત્રદુર્ગમાં સવારે 7:10 વાગ્યે લેન્ડિંગ એક્સપેરિમેંટના ત્રીજા અને ફાઈનલ ટેસ્ટને અંજામ આપવામાં આવ્યો છે. RLV LEX-01 અને RLV LEX-02 મિશનની સક્સેસ પછી RLV LEX-03માં વધુ પડકારજનક પરિસ્થિતિઓમાં ઑટોનૉમસ લેન્ડિંગ કેપેબિલિટીને પ્રદર્શિત કરવામાં આવ્યું. 2 એપ્રિલ 2023ના રોજ પહેલો લેન્ડિંગ એક્સપેરિમેન્ટ અને 22 માર્ચ 2024ના રોજ બીજો લેન્ડિંગ એક્સપેરિમેન્ટ કરાયો હતો.

ચિનૂક હેલિકોપ્ટરથી 4.5 કિમીની ઉંચાઈએથી પુષ્પક છોડવામાં આવ્યું

ચિત્રદુર્ગના એરોનૉટિકલ ટેસ્ટ રેંજમાં પુષ્પકને ઈન્ડિયન એરફોર્સના ચિનૂક હેલિકોપ્ટરથી 4.5 કિમીની ઉંચાઇ સુધી લઇ જવામમાં આવ્યું અને રનવે પર ઑટોનૉમસ લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું. LEX-2 એક્સપેરિમેન્ટ દરમિયાન 150 મીટરની ક્રોસ રેન્જથી પુષ્પક રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને આ વખતે વધારી 500 મીટર કરી દેવામમાં આવી હતી. આ ઉપરાંત હવા પણ તેજ હતી.

પુષ્પકે ક્રોસ રેન્જ કરેક્શન મનુવરને એગ્ઝીક્યૂટ કરતા હોરિજોંટલ લેન્ડિંગને સટીકતાથી અંજામ આપ્યો. હેલિકોપ્ટરથી જ્યારે પુષ્પકને છોડવામાં આવ્યો હતો ત્યારે તેની લેન્ડિંગ વેલોસિટી 320 kmph અને ફાઈટર એરક્રાફ્ટની 280 kmphની વેલોસિટીથી વધુ હતી. ટચડાઉન પછી તેની વેલોસિટી ઘટાડી 100 kmph સુધી લઇ જવામાં આવી હતી.

પુષ્પકમાં લાગેલા બ્રેક પેરાશૂટની મદદથી વેલોસિટી ઘટાડવામાં આવી હતી. પછી લેન્ડિંગ ગિયર બ્રેક લગાવવામામં આવ્યો અને રનવે પર વ્હીકલ રોકવામાં આવ્યું. રનવે પર ખુદને સ્ટેબલ રાખવા માટે પુષ્પકે રડાર અને નોન વ્હીલ સ્ટેયરિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો.

નાસાના સ્પેસ શટલ જેવું જ છે ઈસરોનું RLV

ISROનું રીયૂઝેબલ લૉન્ચ વ્હીકલ નાસાના સ્પેસ શટલ જેવું જ છે. લગભગ 2030 સુધીમાં બનીને તૈયાર થનાર આ વિંગ વાળું સ્પેસક્રાફ્ટ પૃથ્વીની નિચલી કક્ષામાં 10,000 કિલોથી વધુ વજન લઇ જવામાં સક્ષમ હશે. જે સેટેલાઇટને ઓછી કિંમતે ઑર્બિટરમાં સ્થાપિત કરશે.

નાસાનું પહેલું સ્પેસ શટલ મિશન 1981માં લૉન્ચ થયું હતું. છેલ્લું મિશન વર્ષ 2011માં લૉન્ચ થયું હતું. જે પછી નાસા સ્પેસ સ્ટેશન સુધી એસ્ટ્રોનૉટને મોકલવા માટે રશિયાના સોયૂઝ સ્પેસ ક્રાફ્ટનો ઉપયોગ કરવા લાગ્યું. જો કે હવે પ્રાઇવેટ સ્પેસ એજન્સી સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટથી એસ્ટ્રોનૉટને સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડવામાં અને પરત લાવવામમાં આવે છે.

નાસાની આ સ્પેસ શટલ ટેક્નોલોજી વિશ્વની પ્રથમ ફરીથી વાપરી શકાય તેવી અવકાશયાન ટેકનોલોજી છે. તે ઇતિહાસમાં પ્રથમ અવકાશયાન પણ છે જે મોટા ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં અને બહાર લઈ જઈ શકે છે. નાસા પાસે આવા 6 સ્પેસ શટલ હતા. ચેલેન્જર, કોલંબિયા, એટલાન્ટિસ, ડિસ્કવરી, એન્ડેવર અને એન્ટરપ્રાઇઝ. ચેલેન્જર અને કોલંબિયા અકસ્માતનો ભોગ બન્યા, બાકીના અવકાશયાન સંગ્રહાલયોમાં રાખવામાં આવ્યા છે. એન્ટરપ્રાઇઝ ક્યારેય ઉડાન ભરી ન શક્યું.

રીયૂઝેબલ ટેક્નોલોજી એટલે શું? સમજો

સ્પેશ મિશનમાં બે બેસિક વસ્તુઓ હોય છે. રૉકેટ અને તેના પર લાગેલ સ્પેસક્રાફ્ટ. રોકેટનું કામ સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં પહોંચાડવાનું હોય છે. પોતાનું કામ કર્યા બાદ રોકેટને સામાન્ય રીતે દરિયામાં ક્રેશ કરાવી દેવામાં આવે છે. એટલે કે રોકેટનો બીજીવાર ઉપયોગ નથી થતો. દુનિયાભરમાં લાંબા સમયથી આવી રીતે જ મિશન પાર પાડવામાં આવતાં હતાં. અહ્યાંથી જ એન્ટ્રી થઇ રિયૂઝેબલ રૉકેટની.

રિયૂઝેબલ રોકેટ પાછળનો વિચાર અવકાશયાન લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતા અતિ ખર્ચાળ રોકેટ બૂસ્ટરને પુનઃપ્રાપ્ત કરવાનો છે. જેથી, બળતણ ભર્યા પછી, તેનો ફરીથી ઉપયોગ કરી શકાય. દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલોન મસ્કની કંપની SpaceX એ સૌથી પહેલા 2011માં તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. 2015 માં, મસ્કએ ફાલ્કન 9 રોકેટ તૈયાર કર્યું જે ફરીથી વાપરી શકાય તેવું હતું.

ઇસરોનું વ્હીકલ ક્યારે તૈયાર થશે?

ઇસરોએ સૌથી પહેલાં મે 2016માં તેનું ટેસ્ટિંગ કર્યું હતું. જેનું નામ હાઇપરસોનિક ફ્લાઇટ એક્સપેરિમેન્ટ (HEX) હતું. HEX મિશનમાં ઇસરોએ પોતાના વિંગ વાળા વ્હીકલ RLV-TDની રિ-એન્ટ્રીને ડેમૉન્સટ્રેટ કર્યું હતું. હવે લેન્ડિંગ એક્સપેરિમેન્ટ એટલે કે LEX ને પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રિટર્ન ટુ ફ્લાઇટ એક્સપેરિમેન્ટ (REX) અને સ્ક્રેમજેટ પ્રપલ્શન એક્સપેરિમેન્ટ (SPEX)ને અંજામ આપવામાં આવશે.

એવામાં એક્સપર્ટ્સને આશા છે કે ઇસરોનું વ્હીકલ 2030ના દશકામાં ઉડાણ ભરવા માટે તૈયાર હશે. ભવિષ્યમાં આ વાહનને ભારતના પુનઃઉપયોગ કરી શકાય તેવા બે-સ્ટેજ ઓર્બિટલ લોન્ચ વ્હીકલના પ્રથમ તબક્કામાં વધારો કરવામાં આવશે. ISRO અનુસાર, RLV-TD નું કન્ફિગરેશન એરક્રાફ્ટ જેવું જ છે અને તે લોન્ચ વ્હીકલ અને એરક્રાફ્ટ બંનેની જટિલતાઓને જોડે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X