• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેરળનું એક આશ્ચર્યલોક એટલે મનમોહક તિરુવનંતપુરમ

By Super
|

તિરુવનંતપુરમ શહેર ભગવાનની પોતાની ભૂમિની રાજધાની છે. તેને ત્રિવેન્દ્રમ પણ કહેવામાં આવે છે. જે અંગ્રેજો દ્વારા આપવામાં આવેલા મૂળ નામમાંથી લેવામાં આવ્યું છે. જ્યાં સુધી સરકાર 1991માં આ તેના મૂળ નામ નહોતું આપ્યું ત્યાં સુધી આ શહેરને એ નામથી જ જાણવામાં આવે છે. તે ભારતના દક્ષિણ ભાગમાં આવેલું છે. આ લાંબો સમય છે કે એક એવું સ્થાન રહ્યું છે, જ્યાં લોકોને જરૂરથી જવું જોઇએ અને તાજેતરના દિવસોમાં નેશનલ જ્યોગ્રાફિક ટ્રાવેલરે તેને એવી રીતે જ સૂચીબદ્ધ કર્યા છે. મહાત્મા ગાંધીએ આ સ્થાનને ભારતના સદાબહાર શહેર તરીકે ગણાવ્યું હતું. ત્રિવેન્દ્રમ ભારતનું દસ હરીયાળીવાળા શહેર તરીકે ગણવામાં આવે છે.

પરસુરામનથી લઇને મધ્યકાલીન શોધકર્તા ફાહિન, માર્કોપોલો, કોલમ્બસ, વાસ્કો દ ગામા અને અન્ય કટેલાક કે જેમનું વર્ણન ઇતિહાસના પુસ્તકોમાં નથી, ત્રિવેન્દ્રમે પોતાને ત્યાં આવનારાઓની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. તિરુવનંતપુરમ અનાથનના નામ પર છે, જે હજાર માથાવાળા નાગથી પ્રસિદ્ધ છે, જેના પર ભગવાન વિષ્ણુ બિરાજમાન રહે છે. આ શહેર વચ્ચે સ્થિત શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, તેના પરથી તેને નામ આપવામાં આવ્યું છે. શહેર સાત તટીય પહાડો પર સ્થિત છે, જે હવે કે ભાગ-દોડ કરતું શહેર બની ગયું છે, પરંતુ તેણે પોતાના અતીતની ચમક જરા પણ ગુમાવી નથી. સ્થાનીક ઘારણાઓ અનુસાર, બાબા પરશુરામે આ સ્થાન માટે સમુદ્રના ભગવાન વરુણ સાથે યુદ્ધ કર્યું હતું. શક્તિશાળી અને એકલા રાજા મહાબલીએ પાતાળ લોકો મોકલવામાં આવ્યા તેના પહેલા આ ઉત્તમ સ્થાન પર શાસન કર્યું હતું.

તિરુવનંતપુરમની આસ-પાસના સ્થાન

પ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વમી મંદિર પ્રતિદિન ઘણા ભક્તોને આકર્ષિત કરે છે. દર વર્ષે નવરાત્રી મંડપમાં એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ તહેવાર વિદ્યાની દેવી, સરસ્વતીને સમર્પિત છે. પારંપરિક વાસ્તુકળાનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કૂટિર મલિકા જોવાલાયક છે. ત્રિવેન્દ્રમમાં મહાત્મા ગાંધી માર્ગ પર પરંપરાગત શૈલીમાં નિર્મિત સુંદર ભવન છે. આ માર્ગે ગયા જમાના અને વર્તમાન જમાનાને એકસાથે રાખ્યા છે. જેને લાલ ટાઇલ અને લાકડાના પારમ્પરિક ભવન, સીમેન્ટ અને ગિલાસની ગગનચુંબી ઇમારતોના રૂપમાં જોઇ શકાય છે. પાલાયમ મુસ્લિમ, જૂના ગણપતિ મંદિર અને ગોથિક ટાવર્સ સાથે ખ્રિસ્તિ કૈથેડ્રલ બધા એકસાથે ઉપસ્થિત છે.

કનકાક્નૂ પેલેસ ત્રાવણકોરના રાજાએ જીવનની ફરી યાદ અપાવે છે. આ મહેલમાં આવીને તમે તેની ભવ્ય વાસ્તુકળા જોઇને મંત્રમુગ્ધ થઇ જશો. નેપિયર સંગ્રહાલય અને શ્રી ચિત્રા આર્ટ ગેલેરીએ પોતાનો સમય વિતાવી શકાય છે. તમે તેના કામને જોઇને ચકિત રહી જશો. કર્મણા નદી અને અક્કૂલમ ઝીલના તટ પર શાંતિથી બેસી તમે મનમોહક પૃષ્ઠભૂમિનો આનંદ ઉઠાવી શકો છો. જ્યારે તમે તિરુવનંતપુરમમાં હોવ, તો જીયોલોજિકલ પાર્કની સાથોસાથ નૈય્યર બેમ અને વન્યજીવ શરણ સ્થળમાં જવાનું ના ભૂલતા, તમે પ્રકૃતિની નજીક આવી એટલી શ્રેષ્ઠ અનુભૂતિ કરશો કે તમે સાંસારિક દૂનિયાને ભૂલી જશો. પછી તમે યુવાન હોવ કે વૃદ્ધ, હેપ્પી લેન્ડ વોટર થીમ પાર્ક એક એવું સ્થળ છે જ્યાં જવાનું પસંદ કરી શકાય છે. ચલાઇ બાઝાર વધારે ખરીદી કરનારાઓ માટે શ્રેષ્ઠ છે.

આકર્ષક તટ, તાડના ઝાડથી ભરેલી તટરેખાઓ, મંત્રમુગ્ધ કરી દેનારા અપ્રવાહી જળ, સમૃદ્ધ વિરાસત, ઐતિહાસિક સ્મારક, મંદિર અને ધાર્મિક સ્થળ દૂર અને પાસના સ્થાનોથી હજારો પર્યટકોને આકર્ષિત કરે છે. અગસ્ત્યાર્કૂડમ, તિરુવનંતપુરમ જિલ્લાના ઉચ્ચતમ બિન્દુ છે જે સમુદ્રી સ્તરથી 1869 મીટરની ઉંચાઇ પર છે. જ્યારે તમે આ દક્ષિણી સ્થળ પર આઓ તો બાજૂમાં જ સ્થિત પોનમુડી અને મુક્કાનિમાલા પહાડી પર જરૂરથી જાઓ. તે ખરેખર ફરવા લાયક સ્થળ છે. મનોરમ સૂર્યોદય જોવા માટે તિરુવનંતપુરમના પૂર્વમાં સ્થિત પરાઇ કોવિલ જઇ શકો છો.

ચોમાસાની ઋતુમાં આ શહેર ઓણમ મનાવવા માટે સંપૂર્ણપણે સજેલું રહે છે. પછી તે વસંત ઋતુમાં કાપણીનો તહેવાર હોય કે પછી નૌકા દોડ કે પછી રાજસી હાથી જુલૂસ, જ્યારે અહીંના તમાન રહેવાસી તેને ઉત્સાહ સાથે મનાવવા માટે એકજૂટ થઇ જાય છે ત્યારે શહેર વધારે સુંદર લાગે છે. તિરુવનંતપુરમ ઉત્સવના મોસમમાં એક પરીલોક જેવું લાગે છે. આ મોસમ દરમિયાન મોહિનીયત્તોમ, કથકલી, કુડિયાટ્ટોમ અને કેરળની અન્ય કળાઓનું પ્રદર્શન કલ્પનાની એક ચમક પ્રદાન કરે છે.

તિરુવનંતપુરમની અન્ય ખાસિયત

ત્રિવેન્દ્રમમાં ઘણા કાર્યાલય અને સંગઠન,સ્કૂલ અને કોલેજ અને અન્ય શૈક્ષણિત સંસ્થાઓ છે. અહીં ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રાદ્યોગિક સંસ્થા(આઇઆઇએસટી), વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્ર(વીએસએસસી), ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી અને પ્રબંધન સંસ્થા, વિકાસ અધ્યયન કેન્દ્ર, ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર(આઇસીએફઓએસએસ), ભારતીય વિજ્ઞાન, શિક્ષા અને અનુસંધાન સંસ્થા(આઇઆઇએસઇઆર), ક્ષેત્રીય અનુસંધાન પ્રગોયશાળા, શ્રી ચિત્રા થિરુનલ ચિકિત્સા વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંસ્થા, રાજીવન ગાંધી જૈવ પ્રોધ્યોગિકી કેન્દ્ર, પૃથ્વી વિજ્ઞાન અધ્યયન અને ટેક્નોપાર્ક કેન્દ્ર પણ છે.

તિરુવનંતપુરમનું મોસમ

કેરળના મોટાભાગના સ્થાનોની જેમ, તિરુવનંતપુરમનું મોસમ પણ આખું વર્ષ મનમોહક રહે છે. અહીંનું મોસમ અલગ હોતું નથી.

તિરુવનંતપુરમ કેવી રીતે જવું

હવાઇ, રેલવે અને સડક માર્ગથી તિરુવનંતપુરમ જઇ શકાય છે.

તિરુવનંતપુરમ માટે સૌથી સારો સમય

તિરુવનંતપુરમ જવા માટેનો સૌથી સારો સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

શ્રી પદ્મનાભ સ્વામી મંદિર

શ્રી પદ્મનાભ સ્વામી મંદિર

શ્રી પદ્મનાભ સ્વામી મંદિર તિરુવનંતપુરમ શહેરની વચ્ચે સ્થિત છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. મંદિરની દેખરેખ ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવાર દ્વાર કરવામાં આવે છે. મંદિર ઘણી જ સુંદર દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પદ્મનાભ સ્વામીની મૂર્તિ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મંદિરમાં ભગવાન વિષ્ણુ, બ્રહ્માંડિય નાગિન અનાથનનો સહારો લઇને વિરાજમાનની મુદ્રામાં છે. આ શહેરને આ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. મંદિરમાં ભગવાન વિષ્ણુની પત્નીઓમાં શ્રીદેવી અને ભૂદેવી તેમની સાથે છે. મંદિર 12 હજાર સાલિગ્રામોમાં બનેલું છે અને અહીં કતુસર્કરા યોગમથી ઢકાયેલું છે. મંદિરમાં 90 હજાર કરોડના કિંમતની સંપત્તિ છે, જેમાં સોનાની મૂર્તિઓ, જૂનું ચાંદી, હીરા, પન્ના અને પીતળ પણ સામેલ છે. આ ખજાનામાં કીમતી પથ્થરોથી જોડેલા બે સ્વર્ણ નારિયેલના ગોળા પણ છે. દર છ વર્ષે એક વાર મંદિરમાં 56 દિવસ સુધી ચાલતા મુરાજપમનું આયોજન કરવામાં આવે છે. જ્યારે તમે તિરુવનંતપુરમમાં હોવ તો આ મંદિરે જરૂરથી જાઓ.

કનકાકૂન્નૂ મહલ

કનકાકૂન્નૂ મહલ

અલંકૃત નક્કાશી અને ડિઝાઇનથી બનેલા કનકાકૂન્નૂ મહેલ સૌથી ભવ્ય મહેલોમાનો એક છે. મહેલ, કેરળના રાજા રાણીના સમયમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું એક ઉદાહરણ છે. કનકાક્કૂન્નૂ મહેલ ત્રાવણકોરના રાજાના શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું. તેને એ ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું હતું કે, અહીંયા અત્યાધિક ભોજ, રસ્મો અને અન્ય શાહી સમારોહ કરી શકાય. મહેલની સમૃદ્ધ શિલ્પકારિતા તેના નિર્માણના ઉદ્દેશ્યને અનુકુળ છે, અને તે હજુ પણ તેની ભવ્યતાને સાચવીને બેસેલું છે.

નેપિયર સંગ્રહાલય, પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય

નેપિયર સંગ્રહાલય, પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય

નેપિયર સંગ્રહાલય 1855માં ત્રિવેન્દ્રમમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને 1880માં તેનું નિર્માણ પૂર્ણ થયું હતું. તેને રોબર્ટ ચિશોલ્મંડે બનાવ્યું હતું ને તેનું નામ એ સમયે ચેન્નાઇના ગવર્નર, લોર્ડ નેપિયરના નામ પરથ રાખવામાં આવ્યું. તેને પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય પણ કહેવામાં આવે છે. સંગ્રહાલય ગોથિક શૈલી વાસ્તુકળા અને પ્રાકૃતિક વાતાનુકુલિત મીનારોથી બનેલું છે. સંગ્રહાલયને કેરળ શૈલીની સાથે અંગ્રેજી, મુગલ અને ચીનીનું એક મિશ્રણ પણ કહેવામાં આવે છે. નેપિયર સંગ્રહાલયમાં 12મી અને 15મી સદીથી સંબંધિત અમૂલ્ય ઘરેમા, પીતળની મૂર્તિઓ, મંદિરોના રત, ધાતુ નક્કાશિયા. હાથીદાતનું કોતરકામ અને કેટલાક ઐતિહાસિક અવસેષ છે. તિરુવનંતપુરમનું આ પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. દુર્લભ વસ્તુઓનું પ્રદર્શન અને કળાનું માલિક સંગ્રહાલયની વાસ્તુકળા તમારા હોશ ઉડાવી દેશે.

અગસ્ત્ય માલા પીક

અગસ્ત્ય માલા પીક

અગસ્ત્ય માલા પીકને અગસ્યાર્કૂડમ પણ કહેવામાં આવે છે. તે 1868 મીટર ઉંચાઇવાળી અને તિરુવનંતપુરમની સૌથી ઉંચી ટેકરી પર છે. તમીરાબરની નદી, કર્મણા નદી અને નૈય્યર નદી ત્યાંથી નિકળે છે. આ એક હિન્દુઓનું તીર્થ સ્થળ છે. ટેકરીની ઉપર ઉત્તમ સ્થાનની પૃષ્ઠભૂમિ પર તમે પૂર્ણ આકારની અગસ્ત્ય મૂર્તિ જોઇ શકો છો. તમે ટ્રેકિંગ કરીને અગસ્ત્ય માળા શિખર સુધી પહોંચી શકો છો. પરંતુ ટેકરી ટ્રેકિંગ માટે તમારે કેરળના વન વિભાગનો સંપર્ક કરવો પડશે. આ ઉપરાંત, ટ્રેકિંગની અનુમતી જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહીનામાં જ આપવામાં આવે છે. તીર્થયાત્રીઓને મંદિરની યાત્રા માટે પણ કેરળ સરકારની અનુમતિ લેવાની જરૂર છે. ટેકરી સુધી જવાનો રસ્તામાં ઘણી જડીબુટ્ટીઓ ને ઔષધીઓ આવેલી છે. આ જગ્યાએ વનસ્પતિઓ અને જીવનોની ઘણી દુર્લભ પ્રજાતિઓ પણ છે.

અક્કુલમ ઝીલ

અક્કુલમ ઝીલ

અક્કુલમ ઝીલ તિરુઅનંતપુરમ શહેરથી લગભગ 10 કિમી દૂર છે. ઝીલની આસપાસના સુંદર સ્થાન પિકનિક અને ફરવા માટેના આદર્શ સ્થાન છે. પર્યટકો માટે પ્રવાહ નહીં થનારા પાણીનું આ એક લોકપ્રિય ગંતવ્ય છે. તમે અક્કુલમ ઝીલ પર એક મોજ-મસ્તી ભરી બોટિંગ એટલે કે નાવની સવારી કરવા માટે જઇ શકો છો. મનને પ્રસન્ન કરનારી હવા અને પાણી પર તંરગો તમારા શરીર અને આત્માને શાંતિ પ્રદાન કરે છે. વાસ્તવમાં અક્કુલમ ઝીલ વેલી ઝીલનો હિસ્સો છે, જ્યાં સમુદ્ર સાથે જોડાયેલી છે. અક્કુલમ પર્યટક ગામ આ ઝીલની તટ પર સ્થિત છે. તમે આ પર્યટક ગામમાં થોડાક દિવસ માટે જઇ શકો છો અને તૈરાકી, વોટર સ્પોર્ટ્સ જેવી કેટલીક ગતિવિધિઓમાં ભાગ લઇને મજા માણી શકો છો.

English summary
Thiruananthapuram is the capital city of God’s Own Land. It is often called Trivandrum, a derivative of the original name given by the British.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more