આ પહેલાથી જ થાય છે, તિરુપતિ મંદિરના પ્રસાદ અંગે પૂર્વ પૂજારીનો ખુલાસો
Tirupati temple Controversy: તિરુપતિ મંદિરના લાડવાનો પ્રસાદનો વિવાદ વકરી રહ્યો છે. પ્રસાદના લાડવાના વિવાદે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. આ વચ્ચે તિરુમાલા મંદિરના પૂર્વ પૂજારી એ. વી. રમણ દીક્ષિતુલુએ આ સમગ્ર મામલા પર પ્રતિક્રિયા આપી છે.
તિરુમાલા મંદિરના પૂર્વ પૂજારી એ. વી. રમણ દીક્ષિતુલુએ જણાવ્યું છે કે, પ્રસાદ બનાવવા માટે વપરાતા ગાયના ઘી એટલે કે લાડુમાં ઘણી બધી અશુદ્ધિઓ હતી, અને તે નબળી ગુણવત્તાનું હતું.
તિરુમાલા મંદિરના પૂર્વ પૂજારી એ. વી. રમણ દીક્ષિતુલુએ જણાવ્યું હતું કે, મેં આ ઘણા વર્ષો પહેલા નોંધ્યું હતું. મેં તેને સંબંધિત સત્તાવાળાઓ અને ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ સમક્ષ મૂક્યું, પણ તેને તેની પરવા ન હતી. મારા માટે આ એકલી લડાઈ છે, પરંતુ હવે, નવી સરકારે (ચંદ્રબાબુ નાયડુની સરકાર) સત્તા સંભાળી છે, અને તમામ ગંદકી સાફ કરવાનું વચન આપ્યું છે.
તિરુમાલા મંદિરના પૂર્વ પૂજારી એ. વી. રમણ દીક્ષિતુલુએ જણાવ્યું હતું કે, તેઓ પહેલાથી જ સરકારી ડેરીઓમાંથી શુદ્ધ ગાયનું ઘી ખરીદી ચૂક્યા છે અને હવે શુદ્ધ ઘીમાંથી ખાદ્યપદાર્થો તૈયાર કરી રહ્યા છે. કરોડો ભક્તોની ઊંડી આસ્થા અને ભક્તિ ધરાવતું પવિત્ર મંદિર એવા મંદિરમાં આવા ગંભીર પાપોનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
તિરુપતિ લાડુના લેબ રિપોર્ટના સેમ્પલમાં લર્ડ (ડુક્કરની ચરબી સાથે સંબંધિત) અને માછલીનું તેલ મળી આવ્યું છે. તિરુપતિ લાડુના સેમ્પલ 9મી જુલાઈ 2024ના રોજ લેવામાં આવ્યા હતા.
તેનો ટેસ્ટ રિપોર્ટ 16મી જુલાઈના રોજ આવ્યો હતો, પરંતુ આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ હવે આ રિપોર્ટ સાર્વજનિક કરી દીધો છે, અને તપાસના આદેશ આપ્યા છે.

ચંદ્રાબાબુ નાયડુ સરકારે આરોપ લગાવ્યો છે કે, પ્રસાદમાં ઘી અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હતું, જેમાં પ્રાણીની ચરબી હોય છે. જો કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ હજુ સુધી મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી કે, તિરુપતિ લાડુમાં શું બીફ ટેલો અને લાર્ડ છે?
શું છે બીફ ટેલો - બીફ ટેલો એ પ્રાણીની ચરબી છે, જે ઓછી ગરમી પર રાંધવામાં આવે છે. જે પછી તેમાં માત્ર ચરબી જ રહે છે, જે ઘી જેવી લાગે છે.
તેનો ઉપયોગ ઘણી બધી ખાદ્ય સામગ્રી બનાવવામાં થાય છે. લાર્ડ ડુક્કરની ચરબીમાંથી બનાવવામાં આવે છે. તે સ્મૂધ પણ છે, જેને કોઈપણ ફૂડ સાથે સરળતાથી મિક્સ કરી શકાય છે.
રમણ દીક્ષિતુલુને પૂજારીના પદ પરથી ફેબ્રુઆરીમાં હટાવી દેવાયા હતા - તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ ફેબ્રુઆરી 2024 માં AV રમના દીક્ષિતુલુને તિરુમાલા ખાતે ભગવાન વેંકટેશ્વર મંદિરના માનદ મુખ્ય પૂજારીના પદ પરથી હટાવ્યા હતા.
TTD બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 26 ફેબ્રુઆરીએ બેઠક મળી અને જાણવા મળ્યું કે, રમણ દીક્ષિતુલુએ TTD અને તેના અધિકારીઓ, વરિષ્ઠ અને જુનિયર પાદરીઓ, અર્ચકો અને પોટુ કામદારો સામે પાયાવિહોણા આક્ષેપો કરીને સંસ્થાની છબીને પૂરી ન શકાય તેવું નુકસાન કર્યું છે. જે બાદ ટ્રસ્ટ બોર્ડે સર્વાનુમતે રમણ દીક્ષિતુલુને માનદ મુખ્ય પૂજારીના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો.
#WATCH | Tirupati, Andhra Pradesh: On Tirupati Prasadam row, former priest of Tirumala temple, Ramana Deekshitulu says, "...The cow ghee used for making prasad had a lot of impurities and was of poor quality. I noticed this many years ago. I put it before the concerned… pic.twitter.com/ql0OWADLMG
— ANI (@ANI) September 20, 2024
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
