આ લડાઈ બીજેપી અને INDIA વચ્ચે છે, દેશનો અવાજ દબાવાઈ રહ્યો છે-રાહુલ ગાંધી
કેન્દ્રની તાનાશાહી નરેન્દ્ર મોદી સરકાર સામે વિપક્ષી પાર્ટીઓએ મોરચો તૈયાર કરી દીધો છે અને તેને INDIA નામ આપવામાં આવ્યુ છે. આ બેઠક બાદ રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ લડાઈ બીજેપી અને INDIA વચ્ચે છે.
વિપક્ષની બેઠક પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની આખી સંપત્તિ થોડાક લોકોના હાથમાં છે. લડાઈ ભાજપ અને INDIA વચ્ચે છે. આ ભારત અને નરેન્દ્ર મોદી વચ્ચે છે. લડાઈ ભાજપની વિચારધારા સામે છે અને અમે સાથે મળીને લડીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ લડાઈ બીજેપી અને તેની વિચારધારા સામે છે, આ લડાઈ INDIA અને નરેન્દ્ર મોદી વચ્ચે છે. દેશનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ દેશના અવાજ માટે લડાઈ છે અને એટલા માટે જ ઈન્ડિયા (નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) નામ પસંદ કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ લડાઈ બે રાજકીય સંરચનાઓ વચ્ચે નહીં પરંતુ લડાઈ ભારતના વિચારને બચાવવાની છે. ઈતિહાસ પર નજર કરશો તો ખબર પડશે કે ભારતના વિચાર સાથે કોઈ લડી શક્યું નથી. આ INDIA અને નરેન્દ્ર મોદીના વિચાર વચ્ચેની લડાઈ છે.
રાહુલ ગાંધીએ ગઠબંધનને INDIA નામ આપવા કહ્યું કે, આજે ખૂબ જ સાર્થક કામ થયું છે. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ નામ (INDIA) પસંદ કરવામાં આવ્યું, કારણ કે આ લડાઇ દેશ માટે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે અમે ચર્ચા કરી ત્યારે અમે પોતે જ સવાલ પૂછ્યો કે લડાઈ કોની વચ્ચે છે. આ લડાઈ વિપક્ષ અને બીજેપી વચ્ચે નથી. દેશનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને કચડવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
