આ ખૂબસૂરત નેતાએ 9 વર્ષ અફેર રાખીને બોયફ્રેન્ડ અભિનેતાને જેલ પહોંચાડી દીધો, હવે મમતા માટે લડી રહી છે ચૂંટણી
દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. આ ચૂંટણી વચ્ચે વિવિધ પાર્ટીઓએ ગ્લેમરનો તડકો મારતા ફિલ્મી હસીનાઓને મેદાનમાં ઉતારી છે.
આ ક્રમમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીએ ઘણી અભિનેત્રીઓને ટિકીટ આપી છે. આ લિસ્ટમાં એક નામ સાયંતિકા બેનર્જીનું પણ છે. સાયંતિકા ટીએમસી માટે બારાનગર વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી લડી રહી છે.

જણાવી દઈએ કે આ સીટ પર સાયંતિકા બીજેપીના સજલ ઘોષ સામે ચૂંટણીની રેસમાં છે. આ સીટ TMCના પૂર્વ નેતા તાપસ રોયે TMC છોડવાના કારણે ખાલી પડી છે.
વર્ષ 2021માં બાંકુરા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી
જણાવી દઈએ કે, અભિનેત્રી સાયંતિકા બેનર્જીએ વર્ષ 2021માં બાંકુરા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ ત્યારબાદ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેમ છતાં તે પાર્ટી માટે સતત કામ કરી રહી છે. હવે મમતા બેનર્જીએ ફરી એકવાર તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સુંદર બંગાળી અભિનેત્રી સાયંતિકા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત ડાન્સ રિયાલિટી શો નચ ડૂમ માચા લેથી કરી હતી. ત્યારબાદ તેણે ટાર્ગેટ, હેંગઓવર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેને 2012માં આવેલી બંગાળી ફિલ્મ આવારાથી ઓળખ મળી. 2018ના બંગાળ યુથ એવોર્ડમાં તેને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.
સાયંતિકા બંગાળી સુપરસ્ટાર જોય મુખર્જી સાથે 9 વર્ષથી રિલેશનશિપમાં હતી
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી એક્ટ્રેસ બેનર્જી પોતાની લવ લાઈફને કારણે પણ ઘણી લોકપ્રિય હતી. તેણી બંગાળી સુપરસ્ટાર જોય મુખર્જી સાથે 9 વર્ષથી રિલેશનશિપમાં હતી પરંતુ વર્ષ 2018માં તેણે અભિનેતા પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો અને તેને જેલમાં મોકલી દીધો.
આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે જીમમાંથી આવતી વખતે અભિનેતાએ પહેલા તેની કાર રોકી અને પછી તેની સાથે મારપીટ કરી. આ પછી બંગાળી અભિનેતાની પોલીસે ધરપકડ કરી લીધી.
સાયંતિકાએ મીડિયા મીટમાં અભિનેતા પર આરોપ લગાવ્યો હતો કે જોય ઘણીવાર તેની સાથે ગંદી કરકત કરતો પરંતુ જ્યારે તે વધારે પડતુ થયુ તો તેણે પોલીસની મદદ લેવી પડી. પોલીસે અભિનેતાની કાર પણ જપ્ત કરી લીધી હતી.
આ મામલો લાંબા સમયથી હેડલાઇન્સમાં હતો, જો કે આ પછી અભિનેત્રીએ રાજકારણ તરફ વળી. બંગાળી સિનેમાનો જાણીતો ચહેરો જોય મુખર્જીએ વર્ષ 2009માં ફિલ્મ લક્ષ્યભેદથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો, તેણે હેંગઓવર, ટાર્ગેટ, શૂટર જેવી ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
