આ છે ભારતના બેસ્ટ વૈજ્ઞાનિક, જેમણે દુનિયાને બતાવ્યો ઇન્ડિયન પાવર
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા(ISRO)ના ચંદ્રયાન 3 મિશન 23 ઓગસ્ટના રોજ સાંજે 6 કલાક અને 4 મિનિટે ચંદ્રની સપાટી પર લેન્ડરનું સફળતાપૂર્વક લેન્ડિગ કરવામાં આવ્યું હતું. સમગ્ર દુનિયા માટે ચંદ્રનો દક્ષિણ ગ્રહ અજાણ્યો છે, જેની જાણકારી ભારતને મળશે, જેનો લાભ સમગ્ર દુનિયાને થશે.
આ ચંદ્રયાન સફળતાપૂર્વક લેન્ડ થઇ શક્યું છે, તો તે ભારતીય વૈજ્ઞાનિકો માટે મોટી સફળતા હશે. આજે આપણે ભારતના 10 વૈજ્ઞાનિકો વિશે જાણીશું, જેમને આખી દુનિયા સલામ ઠોકે છે. આ વૈજ્ઞાનિકોએ દુનિયાને ઇન્ડિયન પાવર બતાવ્યો છે.

ડૉ એપીજે અબ્દુલ કલામ - ડૉ એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. ડૉ એપીજે અબ્દુલ કલામને ભારતના મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે. કલામને વર્ષ 1997માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1962માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સાથે જોડાયેલા હતા.
તેઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે લગભગ ચાર દાયકા સુધી જોડાયેલા હતા. વર્ષ 1998માં બીજી વખત ભારતના પોખરણ-2 પરમાણુ પરીક્ષણમાં કલામની નિર્ણાયક, સંગઠનાત્મક, ટેકનિકલ અને રાજકીય ભૂમિકા હતી.
સીએનઆર રાવ - ચિંતામણિ નાગેશ રામચંદ્ર રાવનો જન્મ 30 જૂન, 1934ના રોજ કર્ણાટકની વર્તમાન રાજધાની બેંગ્લોરમાં થયો હતો.
તેમણે મુખ્યત્વે માળખાકીય રસાયણશાસ્ત્ર પર કામ કર્યું છે. તેઓ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, આઈઆઈટી કાનપુર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા વગેરે સાથે સંકળાયેલા હતા.
સીએનઆર રાવને પદ્મ પુરસ્કાર અને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 45 વૈજ્ઞાનિક પુસ્તકો અને 1500 સંશોધન પત્રોના લેખક, રાવને 60 યુનિવર્સિટીઓ દ્વારા માનદ ડૉક્ટરેટથી નવાજવામાં આવ્યા છે.
જી માધવન નાયર - ઈસરોના ભૂતપૂર્વ વડા અને ભારતીય વૈજ્ઞાનિકોમાં માધવન નાયરનું નામ આગવી રીતે લેવામાં આવે છે. કેરળના તિરુવનંતપુરમમાં 31 ઓક્ટોબર, 1943ના રોજ જન્મેલા નાયર છ વર્ષ સુધી ISRO સાથે જોડાયેલા હતા.
જી માધવન નાયરના કાર્યકાળ દરમિયાન ભારતે ચંદ્રયાન-1 સહિત 25 સફળ મિશન પૂર્ણ કર્યા છે. તેઓ ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમને પદ્મ ભૂષણ (1998), પદ્મ વિભૂષણ (2009), લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, મેન ઓફ ધ યરથી નવાજવામાં આવ્યા છે.
રાકેશ કે જૈન - રાકેશ કે જૈન ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક છે. જૈન ટ્યુમર બાયોલોજીમાં નિષ્ણાત છે. તેમણે 600 થી વધુ સંશોધનોમાં યોગદાન આપ્યું છે.
રાકેશ કે જૈનને 2016 માં તત્કાલિન યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા નિયોપ્લાસ્ટિક રક્તવાહિનીઓ વચ્ચેના સંબંધ પરના તેમના કાર્ય માટે કીમોથેરાપી અને રેડિયેશન થેરાપીના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે નેશનલ મેડલ ઓફ સાયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અમેરિકાનું સર્વોચ્ચ વિજ્ઞાન સન્માન છે.
ડૉ. કે રાધાકૃષ્ણન - કેરળમાં 29 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા ડૉ. કે રાધાકૃષ્ણન ભારતના મહાન વૈજ્ઞાનિકોમાંના એક છે. તેઓ મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેમણે વર્ષ 1970માં કેરળ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. જે બાદ તેમણે 1971 માં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી તેની કારકિર્દીની શરૂઆત કરી.
ડૉ. કે. રાધાકૃષ્ણને ISROના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન GSLV અને માર્સ ઓર્બિટર માટે સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. અવકાશ વિજ્ઞાનમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મ ભૂષણ (2014) એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ભારતે ડૉ. કે. રાધાકૃષ્ણનની દેખરેખ હેઠળ ચંદ્રયાન અને મંગલયાન અવકાશમાં મોકલ્યા હતા.
એ એસ કિરણ કુમાર - ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના ભૂતપૂર્વ અધ્યક્ષ એ. એસ. કિરણ કુમારે આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્ર, જમીન, મહાસાગર, વાતાવરણ અને ગ્રહ સંશોધનમાં વિશેષ યોગદાન આપ્યું છે.
કિરણ કુમારે જ મંગળ તરફ મોકલેલા માર્શ ઓર્બિટરને મંગળની ભ્રમણકક્ષામાં મૂકવાની રણનીતિ બનાવી હતી. કિરણ કુમારને પદ્મશ્રી એવોર્ડ (2014) એનાયત કરવામાં આવ્યો છે.
ડૉ કે કસ્તુરી રંગન - ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનનો જન્મ કેરળમાં થયો હતો. તેમણે મૂળભૂત રીતે ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં તેમનું મહત્વનું યોગદાન આપ્યું છે.
વિજ્ઞાનમાં તેમના યોગદાન માટે તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે કોસ્મિક એક્સ-રે અને ગામા-રે સ્ત્રોતોના અભ્યાસ અને નીચલા વાતાવરણમાં કોસ્મિક એક્સ-રેની અસરોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ઉડુપી રામચંદ્ર રાવ - ઉડુપી રામચંદ્ર રાવનો જન્મ 10 માર્ચ, 1932ના રોજ કર્ણાટકમાં થયો હતો. તેમણે અવકાશ વિજ્ઞાનમાં વિશેષ યોગદાન આપ્યું છે.
ઉડુપી રામચંદ્ર રાવે લાંબા સમય સુધી ભારતીય વિજ્ઞાનની સેવા કરી છે. જેના કારણે ભારત સરકારે પણ તેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તેઓ મદ્રાસ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે.
સતીશ ધવન - સતીશ ધવનનો જન્મ 25 સપ્ટેમ્બર 1920ના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. સતીશ ધવન ભારતીય અવકાશ કાર્યક્રમના પ્રણેતાઓમાંના એક હતા.
સતીશ ધવન ભારતીય વિજ્ઞાન સંસ્થાન સાથે 20 વર્ષ સુધી જોડાયેલા હતા. સતીશ ધવનને વિજ્ઞાનમાં તેમના યોગદાન બદલ પદ્મ પુરસ્કાર (1971)થી પણ નવાજવામાં આવ્યા છે.
વેંકટરામન રામકૃષ્ણન - તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં 1952માં જન્મેલા વેંકટરામન રામકૃષ્ણનને 2009નું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.
કોષની અંદર પ્રોટીનનું ઉત્પાદન કરતા રાઈબોઝોમની રચનાના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે અન્ય બે વૈજ્ઞાનિકો સાથે રામકૃષ્ણનને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોની આગામી પેઢી તેમના કાર્યની મદદથી અસરકારક એન્ટિબાયોટિક્સ વિકસાવવામાં મદદ મેળવી શકશે.












Click it and Unblock the Notifications
