178 વખત ચૂંટણી હાર્યા પછી પણ નામાંકન કરવા પહોંચ્યો આ વ્યક્તિ
તામિલનાડુમાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ 1988 થી લઈને 2018 સુધીમાં થયેલી ચૂંટણીઓમાં 178 વાર હારી ચુક્યો છે.
દરેક નાના મોટા નેતાનું સપનું હોય છે કે તેઓ ચૂંટણી લડે અને પોતાના ક્ષેત્રનું નેતૃત્વ કરે. પરંતુ તામિલનાડુમાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ 1988 થી લઈને 2018 સુધીમાં થયેલી ચૂંટણીઓમાં 178 વાર હારી ચુક્યો છે. તેમ છતાં હજુ પણ તે બધી જ ચૂંટણી લડે છે. 178 વાર હાર્યા પછી પણ ચૂંટણી લડવાનું તેને કારણ પણ જણાવ્યું છે.

પંચાયત ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિ ચૂંટણી પણ લડી ચુક્યા છે
આ વ્યક્તિનું નામ પદ્મરાજન છે, જેને ત્રણ વાર લિમ્કા બુક ઓફ રેકર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પદ્મરાજન વર્ષ 1988 થી ચૂંટણી લડે છે પરંતુ દરેક ચૂંટણીમાં તેમના નામે હારનો રેકોર્ડ નોંધાય છે. તેમ છતાં તે વ્યક્તિ ચૂંટણી મેદાનમાં ઉતરે છે. પદ્મરાજન વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ પંચાયત ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિ ચૂંટણી પણ લડી ચુક્યા છે.

રાજનીતિના દિગ્ગજો સામે પણ ચૂંટણી લડયા છે
પદ્મરાજન વિશે આપને જણાવી દઈએ કે આ વ્યક્તિ દરેક મોટા રાજનેતા સામે ચૂંટણી લડી ચુક્યો છે. જેમાં અટલ બિહારી વાજપેયી, જયલલિતા, એમ કરુણાનિધિ, એકે એન્થોની, પીવી નરસિમ્હા રાવ, મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જેવા નામોનો સમાવેશ થાય છે. વર્ષ 2016 સુધીમાં પદ્મરાજન ઘ્વારા ચૂંટણી માટે પોતાના 20 લાખ રૂપિયા પણ ખર્ચ કરી નાખ્યા.

178 હાર પછી પણ ચૂંટણી લડવા પાછળનું કારણ
પદ્મરાજન કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને દિલ્હી સુધી ચૂંટણી લડી ચુક્યા છે. પદ્મરાજન પોતાની હાર વિશે જણાવે છે કે જો તેમને ચૂંટણીમાં જીત મેળવી તો તેમને હાર્ટ એટેક આવી શકે છે. 178 વખત ચૂંટણી હારનાર પદ્મરાજન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના જીવનનો ઉદેશ આ સંદેશ ફેલાવવાનો છે કે લોકતંત્રમાં કોઈ પણ ચૂંટણી લડી શકે છે. તેમને કહ્યું કે તેઓ આગળ પણ ચૂંટણી લડતા રહેશે.

શુ કરે છે પદ્મરાજન?
178 વખત હારી ચૂકેલા પદ્મરાજન હોમિયોપેથીક ડોક્ટર છે. તેમને કહ્યું કે ચૂંટણીમાં તેમને પોતાની મહેનતના પૈસાનો ઉપયોગ કર્યો છે અને પોતાની હાર માટે તેમનો કોઈ પણ પસ્તાવો નથી. પદ્મરાજન ઘ્વારા ઇન્ડિયા ટુડેને જણાવવામાં આવ્યું કે તેના માતાપિતા તેમને સમજતા હતા પરંતુ તેમની પત્ની અને બાળકો તેમની ચૂંટણી લડવાના પક્ષમાં ના હતા. પરંતુ ધીરે ધીરે તેઓ પણ સમજવા લાગ્યા. પદ્મરાજનની ઈચ્છા કેરળના વાયનાડથી ચૂંટણી લડવાની છે કારણકે રાહુલ ગાંધી પણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
