'મોદીને જીતાડવા છે તો રાજનાથને હરાવવા છે'
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને યુપીમાં મળી રહેલા ભારે જનસમર્થન વચ્ચે લખનઉથી ચૂંટણી લડી રહેલા પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને હરાવવાની અપીલ કરવામાં આવી રહી છે. લખનઉના કેટલાક વિસ્તારોમાં નરેન્દ્ર મોદીની જીતની સાથે-સાથે રાજનાથ સિંહની હારના નારા પણ સંભળાઇ રહ્યાં છે.
યુપીની રાજધાની લખનઉના આલમ નગર, હિદર ગંજ અને ચૌક વિસ્તારમાં ક્યારે દબાયેલા અવાજમાં, તો ક્યારેક ખુલ્લેઆમ રાજનાથના વિરૂદ્ધ નારેબાજી થઇ રહી છે. અહીના લોકો નરેન્દ્ર મોદી જીતને લઇને તો નારેબાજી કરી રહ્યાં છે, પરંતુ તેમના અનુસાર, નરેન્દ્ર મોદીની જીત ત્યારે જ થઇ શકે છે, જ્યારે રાજનાથની હાર થાય. અહીં લોકો કહી રહ્યાં છે ''મોદીને જીતાડવા છે તો રાજનાથને હરાવવા છે.''
હાલમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે એનડીએ 272ના જાદુઇ આંકાડા સુધી પહોંચી નહી શકે અને એવામાં કેટલાક સ્થાનિક પક્ષો રાજનાથને પીએમ બનાવવાની શરત પર ભાજપને સમર્થન આપી શકે છે. શરદ પવારે કહ્યું હતું કે જો કે નરેન્દ્ર મોદીના નામ પર કેટલાક સ્થાનિક પક્ષોને વિરોધ છે, એવામાં રાજનાથના નામ પર સહમતિ બની શકે છે. એવામાં કયાસ લગાવવામાં આવે છે રાજનાથ જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવાની રાહમાં રોડા સાબિત થઇ શકે છે. શંકરાચાર્ય સ્વામી અધોક્ષજાનંદ દેવ તીર્થ મહારાજે પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે રાજનાથ લાલચમાં પાર્ટીનો વિનાશ કરી દેશે. જો કે રાજનાથ અત્યાર સુધી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે પરફેક્ટ ગણાવી રહ્યાં છે.

રાજનાથ વિરૂદ્ધ લખનઉમાં લગાવવામાં આવતા નારાને લઇને ચૌક વિસ્તારમાં રહેનાર ભાજપ સમર્થક સુરેન્દ્ર ગોયલે કહ્યું, 'રાજનાથના લખનઉથી હરાવતાં પાર્ટીમાં કોઇને લાભ નહી થાય. આ કેવો મેસેજ આપશે, જ્યારે પાર્ટીના અધ્યક્ષ અટલ બિહારી વાજપાઇના લોકસભા વિસ્તારથી હરી જશે.' તો બીજી તરફ લોકોનું કહેવું છે કે રાજનાથને હરાવવા નારા લગાવનાર લખનઉના હાલના સાંસદ લાલજી ટંડનના સપોર્ટર હોઇ શકે છે. લાલજી ટંડનને રાજનાથના લીધે લખનઉ સીટ છોડવી પડી હતી. કેટલાક લોકો તેને લઇને વિરોધી પાર્ટી પર પણ આરોપ લાગી રહ્યાં છે.
એક ભાજપી નેતાએ પણ સ્વિકાર્યું છે કે તેમણે લખનઉમાં કેડર્સથી રાજનાથને હરાવનાર નવું સ્લોગન સાંભળ્યું છે. તેમણે કહ્યું, 'હું જાણતો નથી કે આ પ્રકારની વાતોને કેટલું મહત્વ આપવું જોઇએ.' તેમણે કહ્યું, 'બની શકે છે કે કેટલાક લોકો રાજનાથને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાના માર્ગમાં અડચણ સમજી રહ્યાં છે અને તે દેશ માટે લખનઉથી સહમતિ કરવા માટે તૈયાર છે. જો કે, કોઇપણ સ્થિતીમાં ભાજપ લખનઉમાં જીત પ્રાપ્ત કરી શકશે.'












Click it and Unblock the Notifications
