For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRCમાં હિન્દુઓનું નામ ન હોવા પર દેશ છોડવો પડશે કે નહિ? જાણો શું બોલ્યા મોહન ભાગવત

NRCમાં હિન્દુઓનું નામ ન હોવા પર દેશ છોડવો પડશે કે નહિ? જાણો શું બોલ્યા મોહન ભાગવત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નેશનલ રજિસ્ટર ફૉર સિટીઝનને લઈ એક મહત્વની વાત કહી છે. તેમણે કહ્યું કે જે હિન્દુઓનું આ રજિસ્ટરમાંથી નામ ગાયબ છે, તેમણે દેશ છોડીને જવાની ચિંતા કરવાની જરૂરત નથી. તેમણે આવા હિન્દુઓને ભરોસો અપાવ્યો કે લિસ્ટમાં નામ ન હોવાનો એ મતલબ નથી કે તેમણે દેશ છોડીને જવું પડશે. જણાવી દઈએ કે એનઆરસીની ફાઈનલ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ નાખવામાં નથી આવ્યાં, જેમાંથી મોટાભાગના બંગાળી હિન્દુ છે. સાથે જ સંઘ સંસદના શિયાળુ સત્રમાં સિટીઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલ લાવવા પર પણ જોર આપી રહ્યું છે, જેથી પડોસી દેશથી આવતા બિન-મુસ્લિમોને આસાનીથી ભારતીય નાગરિકતા મળી શકે.

કોઈ હિન્દુએ દેશ છોડવાની જરૂરત નથીઃ આરએસએસ

કોઈ હિન્દુએ દેશ છોડવાની જરૂરત નથીઃ આરએસએસ

સંઘના પદાધિકારિઓ મુજબ રવિવારે કોલકાતામાં થયેલ સંઘની એક આંતરિક બેઠકમાં આરએસએસ પ્રમુખે એનઆરસી લિસ્ટથી ગાયબ હિન્દુઓના મનમાં ઉઠી રહેલ સવાલોનો જવાબ સ્પષ્ટ કર્યો કે જો કોઈ હિન્દુનું નામ નેશનલ રજિસ્ટર ફૉર સિટીઝનમાં નથી તો તેમણે દેશ છોડીને જવાની જરૂરત નથી. સંઘે પોતાના સ્વયં સેવકોને પણ કહ્યું કે તેઓ આવા હિન્દુઓના મનમાંથી ડર દૂર કરે, જેમના નામ એનઆરસીમાં નથી. જણાવી દઈએ કે ગત 31 ઓગસ્ટે આસામમાં જાહેર એનઆરસીની ફાઈનલ લિસ્ટમાં જે હિન્દુઓના નામ નથી તેમને પણ એકને એક દિસે દેશ છોડીને જવું પડી શકે છે તે અંગે ચિંતા સતાવી રહી હતી. જણાવી દઈએ કે એનઆરસીની ફાઈનલ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ નથી, જેમાંથી મોટાભાગના બંગાળી હિન્દુ છે. સંઘના એક પદાધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં રાજસ્થઆનના પુષ્કરમાં થયેલ સંઘની એક બેઠકમાં પણ એનઆરસીથી બહાર રાખવામાં આવેલ હિન્દુઓનો મુદ્દો ઉઠ્યો હતો. આ દરમિયાન ભાજપના મહાસચિવ રામ માધવે એક પ્રેજેન્ટેશન પણ આપ્યું હતું.

નાગરિકતા કાનૂન લાવવા પર જોર

નાગરિકતા કાનૂન લાવવા પર જોર

જણાવી દઈએ કે આરએસએસ બિન-કાનૂની અપ્રવાસિયોનો દેશથી બહાર કરવાની માંગ કરતું રહ્યું છે. પરંતુ આની સાથે જ તે નાગરિકતા (સંશોધન) કાનૂન અથવા સીએબીને લાવવા પર પણ જોર આપતું રહ્યું છે. આ બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા સહેલી બનાવવાનું પ્રાવધાન છે. સંઘ આ વાની વકાલત કરતું રહ્યું કે આવા દેશમાં અત્યાચારનો શિકાર થયેલ હિન્દુઓને ભારતીય નાગરિકતા મળવી જોઈએ, કેમ કે આ સમુદાય માટે ભારત એકમાત્ર ઠેકાણું છે. સંઘના એક અધિકારીએ નામ ન બતાવવાની શરતે કહ્યું કે સંઘનું માનવું છે કે ભાજપ સરકારે સંસદના આગામી શિયાળુ સત્રમાં સીએબી રજૂ રવું જોઈએ.

માયાવતીનો ચોંકાવનારો ફેસલો, બસપાની રાજસ્થાન યૂનિટ ભંગ કરીમાયાવતીનો ચોંકાવનારો ફેસલો, બસપાની રાજસ્થાન યૂનિટ ભંગ કરી

બંગાળમાં એનઆરસી લાગૂ નહિ થવા દઉંઃ મમતા

બંગાળમાં એનઆરસી લાગૂ નહિ થવા દઉંઃ મમતા

જણાવી દઈએ કે એનઆરસીનો મુદ્દો પશ્ચિમ બંગાળમાં ભાજપ અને સત્તાધારી ટીએમસી વચ્ચે વિવાદનો વિષય છે. સોમવારે જ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જોર આપીને કહ્યું કે તેમની સરકાર પ્રદેશમાં ક્યારેય પણ એનઆરસી લાગૂ નહિ થવા દે. એક ટ્રેડ યૂનિયનની બેઠકને સંબોધિત કરતા તેઓ બોલ્યાં કે, 'મને દુખ થયું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સના કારણે પેદા થયેલ ડરથી બંગાળમાં 6 લોકોનાં મોત થયાં. અહીં એનઆરસીની હું ક્યારેય મંજૂરી નહિ આપું. કૃપ્યા મારા પર ભરોસો રાખો. '

English summary
those Hindus who have not registered in NRC no need to worry sayys mohan bhagwat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X