For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

60 વર્ષ દેશ ચલાવનારા અમારી પાસે 60 દિવસમાં હિસાબ માગે છે: વડાપ્રધાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને સીધા નિશાના પર લેતા જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ પણ તેઓ વોટબેંકની રાજનીતિ શક્યા નથી અને સમાજના તાણાવાણાને તોડવામાં લાગ્યા છે.

શનિવારે પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં તેમણે જણાવ્યું કે તેમની સરકારના 60 દિવસના કામે એક વિશ્વાસ જગાવ્યો છે કે જનતાની આશાઓ પર તેઓ ખરા ઉતરશે. તેમણે કોંગ્રેસને આડા હાથે લેતા જણાવ્યું કે 60 વર્ષ દેશ ચલાવનારા અમારી પાસે 60 દિવસમાં જ કામનો હિસાબ માંગી રહ્યા છે.

મોદીએ લોકસભા ચૂંટણી બાદ ભાજપાની શનિવારે મળેલી પહેલી રાષ્ટ્રીય પરિષદની બેઠકના પોતાના સમાપન ભાષણમાં જણાવ્યું, હિન્દુસ્તાનમાં કેટલીંક નાની-મોટી ઘટનાઓ ઘટી રહી છે. હિંદાઓની ઘટનાઓને ભાજપ ક્યારેય સ્વીકારી શકે નહીં. શાંતિ, પ્રગતિ અને ભાઇચારા વિકાસની પૂર્વ શરત છે અને તેની સાથે કોઇ સમજૂતી કરી શકાય નહીં. સૌનો સાથ, સૌનો વિકાસ એટલા માટે અમારો મંત્ર છે અને તેને લઇને અમે ચાલી રહ્યા છે.

તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર, જણાવ્યું કે તેઓ આવી શરમજનક હાર મેળવ્યા છતાં પણ વોટબેંકની રાજનીતિ નથી છોડી શક્યા, અને સમાજના તાણાબાણાને અલગ કરવામાં લાગ્યા છે.

અત્રે નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એક અખબાર સાથેની વાતચીતમાં કથિત રીતે જણાવ્યું કે બિન-સમાન, ગરીબી જેવા અસલી દુશ્મનો સાથે લડવામાં લોકોને એકજૂટ થવાથી રોકવા અને ગરીબોને અંદરો અંદર વહેંચવાની રાજનીતિ હેઠળ દેશમાં ખાસ પ્રકારે ઉત્તર પ્રદેશમાં બનાવટી અને જાણી જોઇને સાંપ્રદાયિક વિવાદ પેદા કરવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું વાંચો તસવીરો સાથે...

અમે જનતાની આશાઓ પર ખરા ઉતરીશું

અમે જનતાની આશાઓ પર ખરા ઉતરીશું

શનિવારે પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં તેમણે જણાવ્યું કે તેમની સરકારના 60 દિવસના કામે એક વિશ્વાસ જગાવ્યો છે કે જનતાની આશાઓ પર તેઓ ખરા ઉતરશે. તેમણે કોંગ્રેસને આડા હાથે લેતા જણાવ્યું કે 60 વર્ષ દેશ ચલાવનારા અમારી પાસે 60 દિવસમાં જ કામનો હિસાબ માંગી રહ્યા છે.

હવે કર્તવ્ય નિભાવવાનો વારો અમારો છે

હવે કર્તવ્ય નિભાવવાનો વારો અમારો છે

વડાપ્રધાને જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં દેશની જનતાએ પોતાનું કર્તવ્ય નિભાવી દીધું અને હવે કર્તવ્ય નિભાવવાનો વારો અમારો છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે સરકાર પોતાના કર્તવ્યોને નિભાવવા અને કોઇ પણ કઠોરથી કઠોર માપદંડ પર ખરા ઉતરવામાં સફળ રહેશે.

અમે એ પડકારનો સ્વીકાર કરીએ છીએ

અમે એ પડકારનો સ્વીકાર કરીએ છીએ

મોદીએ જણાવ્યું કે બધી પાર્ટીઓની તુલનામાં ભાજપને પારખવા અને જોવાના ત્રાજવા અલગ છે. અમે એ પડકારનો સ્વીકાર કરીએ છીએ અને વિશ્વાસ જતાવીએ છીએ કે પાર્ટી કઠોરથી કઠોર માપદંડ અને કસોટી પર ખરી ઉતરશે.

ભારત પ્રત્યે દુનિયાના નજરીયામાં બદલાવ આવ્યો છે

ભારત પ્રત્યે દુનિયાના નજરીયામાં બદલાવ આવ્યો છે

મોદીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીના પરીણામો બાદ નવી સરકારના પગલે ભારત પ્રત્યેની દુનિયાની લાગણી અને નજરીયામાં બદલાવ આવ્યો છે અને હવે વિશ્વમાં ભારતના નામનો ડંકો વાગશે.

સૌનો સાથ, સૌનો વિકાસ

સૌનો સાથ, સૌનો વિકાસ

મોદીએ લોકસભા ચૂંટણી બાદ ભાજપાની શનિવારે મળેલી પહેલી રાષ્ટ્રીય પરિષદની બેઠકના પોતાના સમાપન ભાષણમાં જણાવ્યું, હિન્દુસ્તાનમાં કેટલીંક નાની-મોટી ઘટનાઓ ઘટી રહી છે. હિંસાઓની ઘટનાઓને ભાજપ ક્યારેય સ્વીકારી શકે નહીં. શાંતિ, પ્રગતિ અને ભાઇચારા વિકાસની પૂર્વ શરત છે અને તેની સાથે કોઇ સમજૂતી કરી શકાય નહીં. સૌનો સાથ, સૌનો વિકાસ એટલા માટે અમારો મંત્ર છે અને તેને લઇને અમે ચાલી રહ્યા છે.

કોંગ્રેસ હજી પણ વોટ બેંકની રાજનીતિ કરી રહી છે

કોંગ્રેસ હજી પણ વોટ બેંકની રાજનીતિ કરી રહી છે

તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર, જણાવ્યું કે તેઓ આવી શરમજનક હાર મેળવ્યા છતાં પણ વોટબેંકની રાજનીતિ નથી છોડી શક્યા, અને સમાજના તાણાબાણાને અલગ કરવામાં લાગ્યા છે.

English summary
Those who ruled for 60 years are asking us in just 60 days report says, prime minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X