દતિયામાં વિદેશી મહિલા સાથે ગેંગરેપ, 3 આરોપીઓની ધરપકડ

ચંબલ રેન્જના પોલીસ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ડી કે આર્યએ જણાવ્યું હતું કે સ્વિત્ઝરલેંડનું આ કપલ સાઇકલ દ્રારા ભારત ભ્રમણ પર નિકળ્યું હતું. શુક્રવારે રાત્રે ઓરછાથી આગરા જતી વખતે બંને સેવડાના નજીક ઝારિયા ગામમાં ટેન્ટ લગાવીને રોકાયા હતા ત્યારે સાત-આઠ હથિયારધારી અજાણ્યા લોકોએ તેમને બંધક બનાવી દિધા હતા.
તેમને જણાવ્યું હતું કે મહિલાને પહેલાં ગ્વાલિયના કમલા રાજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેને દતિયા સર્કિટ હાઇસમાં રાખવામાં આવી છે. પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ મહિલા અને તેના પતિને પુછપરછ કરી હતી અને ઘટના સંબંધી વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આર્યએ જણાવ્યું હતું કે આ ઘટનામાં લગભગ 20 લોકોને શંકાના આધારે કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે. તેમને કહ્યું હતું કે આ ઘટનાને અંજામ આપનાર લોકો આસપાસના ગામના હોવાનું આશંકા છે. તેમની જલદી ધરપકડ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક ન્યુઝ ચેનલના જણાવ્યા અનુસાર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પાંચ લોકો હજુ સુધી ફરાર છે.












Click it and Unblock the Notifications
