મહારાષ્ટ્રમાં શાળાની ઇમારત પડતા, 3 બાળકોની મોત, 32 ફસાયા

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રના અહમદનગરના નિમ્બોડીમાં ભારે વરસાદના કારણે એક સરકારી સ્કૂલનું બિલ્ડીંગ પડી ગયું હતું. આ ઘટનામાં સ્કૂલના ત્રણ બાળકોની મોત થઇ ગઇ છે. અને 32 બાળકો ફસાયા છે. જેમાંથી 16 બાળકો ઇજાગ્રસ્ત થયા છે. આ શાળાની બિલ્ડીંગ ખૂબ જ જૂની હતી અને વધુમાં મહારાષ્ટ્રમાં પાછળા બે દિવસથી પડતા ભારે વરસાદના કારણે આ દુર્ધટના સર્જાઇ હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માત થયા બાદ મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા. અને શાળા દ્વારા બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં બાળકોને પાસેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

child


તેમ છતાં જ્યાં એક તરફ 32 બાળકો ફસાયા હોવાની સંભાવના છે ત્યાં જ ઇજાગ્રસ્ત બાળકોને પાસેની સિવિલ હોસ્પિટલમાં ઇલાજ માટે લઇ જવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ બાળકોની મોત થઇ છે. અને હજી પણ બે બાળકોની સ્થિતિ ગંભીર છે. સ્કૂલની બિલ્ડીંગ પડવાની ખબર મળતા જ જિલ્લા પ્રશાસન પણ દોડતું થયું છે. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે આટલી જૂની ઇમારત હોવા છતાં પ્રશાસન દ્વારા અત્યાર સુધી કેમ બાળકોને અંદર ભણાવવા દેવામાં આવતા હતા?

child hospital
English summary
Three children died when building of school collapsed in Maharashtra.
Please Wait while comments are loading...