For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા સાથે રેપ પછી અપલોડ કર્યો વીડિયો, ત્રણ CRPF જવાન સસ્પેન્ડ

પૂંછ જિલ્લામાં 24 વર્ષની એક મહિલા ઘ્વારા સીઆરપીએફ જવાનો પર ખોટી રીતે કેદ કરવા અને એક જવાન પર બળાત્કારનો આરોપ લગાવી કેસ નોંધવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સીઆરપીએફ જવાનો પર જમ્મુ કાશ્મીર પોલીસે કેસ નોંધ્યો છે. પૂંછ જિલ્લામાં 24 વર્ષની એક મહિલા ઘ્વારા સીઆરપીએફ જવાનો પર ખોટી રીતે કેદ કરવા અને એક જવાન પર બળાત્કારનો આરોપ લગાવી કેસ નોંધવામાં આવ્યો છે. સીઆરપીએફ ત્રણે જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

શનિવારે ડોમાના પોલીસ ચોકીમાં મહિલાએ એક લિખિત ફરિયાદ નોંધાવી. જેમાં તેને આરોપ લગાવ્યો કે 10 માર્ચે જયારે તે સાંજે 7.30 વાગ્યે બસથી ઉતરીને પોતાના સંબંધીઓ પાસે જઈ રહી હતી ત્યારે તે રસ્તો ભટકી ગયી. જ્યાં સીઆરપીએફ ના ત્રણ જવાનો તેને પોતાની શિવિરમાં લઇ ગયા. તેમાંથી એક જવાને તેની સાથે બળાત્કાર કર્યો. મહિલા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યું કે તેમને આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી પણ આપી.

આરોપી જવાનો સસ્પેન્ડ

આરોપી જવાનો સસ્પેન્ડ

આ આખા મામલે સીઆરપીએફ પ્રવક્તા આશિષ કુમાર ઝા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણે સીઆરપીએફ જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમના વિરુષ જાંચ બેસાડવામાં આવી છે. સીઆરપીએફ પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે 10 માર્ચે લગભગ રાત્રે 10 વાગ્યે બે સીઆરપીએફ જવાનો સાથે એક મહિલાને ગ્રુપ સેન્ટરમાં જોવામાં આવી હતી. જે સુરક્ષામાં સૌથી મોટી ચૂક છે. જેમાં બંને સીઆરપીએફ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વીડિયો સોશ્યિલ મીડિયામાં આવ્યા પછી મહિલાએ ફરિયાદ નોંધાવી

વીડિયો સોશ્યિલ મીડિયામાં આવ્યા પછી મહિલાએ ફરિયાદ નોંધાવી

સીઆરપીએફ પ્રવક્તા આશિષ કુમાર ઝા ઘ્વારા જણાવવામાં આવ્યું કે વીડિયો સોશ્યિલ મીડિયામાં આવ્યા પછી મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વીડિયો જાહેર કરનાર જવાનને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. મહિલાને પુછપરછ પછી ઘરે મોકલવામાં આવી હતી. જેમને જણાવ્યું કે સીઆરપીએફ જાંચમાં પોલીસને પૂરો સહયોગ કરશે.

મેડિકલ જાંચ પછી આગળની કાર્યવાહી થશે

મેડિકલ જાંચ પછી આગળની કાર્યવાહી થશે

જ્યાં બીજી બાજુ પોલીસ અધિકારી અનુસાર મહિલા 10 માર્ચે ફરિયાદ નોંધાવવા માટે આવી હતી, મહિલાએ તે સમયે રેપની ફરિયાદ નોંધાવી ના હતી. મેડિકલ જાંચ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Three CRPF men suspended after Jammu woman alleged rape by one of them
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X