હવામાન ખાતાની આગાહી, આ જગ્યાએ વરસાદ થઈ શકે
હવામાન ખાતાની આગાહી, આ જગ્યાએ વરસાદ થઈ શકે
નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ગરમીને કારણે ખરાબ રીતે ઉકળી રહેલ દિલ્હીને બુધવારે થોડી રાહત મળી જ્યારે ધૂળની આંધી આવી હતી પરંતુ ગુરુવારે ફરી હાલાત જેવાના તેવા થઈ ગયા, હજુ પણ દિલ્હીએ થોડું તપવું પડશે. જો કે હવામાન વિભાગે આજે કહ્યું કે આજે સાંજ સુધી દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે અને હવાઓ ચાલી શકે છે, શુક્રવાર અને શનિવારે બંને દિવસ દિલ્હીમાં હવામાનના આ હાલ રહેશે, રવિવાર એટલે કે 16 જૂને દિલ્હીમાં સારો વરસાદ થવાની આશંકા છે. જણાવી દઈએ કે ગુરુવારે દિલ્હીમાં સરેરાશ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી અન્ ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ગરમીનો પ્રકોપ યથાવત
જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને તેની આજુબાજુના ક્ષેત્રોમાં ગુરુવારે વાદળછાયા વાતાવરણને કારણે થોડી રાહત મળી હતી. ગુરુવારે લખનઉમાં 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, હવામાન વિભાગ મુજબ આગામી ચોવિસ કલાકમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળશે, વચ્ચે-વચ્ચે તેજ આંધી અને હળવો વરસાદ પણ થતો રહેશે, હવામાન વિભાગે સક્રિય થયેલ પશ્ચિમી વિક્ષોભના કારણે હળવા વરસાદની આશંકા જતાવી છે.

એમપીમાં વરસાદ થયો
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગત 24 કલાક દરમિયાન હવા ફુંકાઈ અને ઝરમર ઝરમર વરસાદ થવાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો, ગુરુવારે ભોપાલનું ન્યૂનતમ તાપમાન 30.5 ડિગ્રી, ઈન્દોરનું 26.4 ડિગ્રી, ગ્વાલિયરનું 25.6 ડિગ્રી અને જબલપુરનું 28.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

અહીં આંધી-તોફાન આવી શકે
હવામાન વિભાગ મુજબ અરબ સાગરના મધ્ય પૂર્વી અને દક્ષિણ પૂર્વી વિસ્તારમાં હવાનું ઓછા દબાણનું ક્ષેત્ર બન્યા બાદ દક્ષિણ અને પશ્ચિમી વિસ્તાર કેરળ, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં આગલા બે દિવસ સુધી તેજ વરસાદ થવાની આશંકા છે જ્યારે આજે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં તેજ વરસાદ થઈ શકે છે અને ગાજ-વીજ અને કડાકા ભડાકા સાથે આંધી તોફાન પણ આવી શકે છે.












Click it and Unblock the Notifications
