ગત 24 કલાકોમાં આ સમાચારો પર હતી દેશ-દુનિયાની નજર
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજે ચર્ચામાં રહેલા સમાચારોની વાત કરીએ તો આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરીને શ્રીસંથ સહિતના ત્રણ ખેલાડીઓએ ક્રિકેટ જગત માટે આજના દિવસને એક કાળા દિવસ તરીકે અંકિત કરી દીધો હતો. તો બીજી તરફ સંજય દત્ત આજે ટાડા કોર્ટમાં સરેન્ડર કરવા માટે જવાના હોય સવારથી જ તેઓ ચર્ચાનું કેન્દ્ર રહ્યાં હતા. જ્યારે તેઓ કોર્ટમાં સરેન્ડર કરવા માટે ગયા ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. રાજકારણની વાત કરીએ તો કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા બાદ સિદ્ધિરામૈયાએ પ્રધાનમંત્રી અને કેન્દ્રમાં પોતાના શુભેચ્છક એવા કેટલાક મંત્રીઓની વિશેષ મુલાકાત કરી હતી. તો બોલિવુડમાં ક્યાંક ફિલ્મના મ્યુઝિકને લોન્ચ કરવામાં આવ્યું હતું. આવા અનેક સમાચારો અહીં તસવીરોમાં આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આ સમાચારો પર ઉડતી નજર ફેરવીએ.

ભાવુક બન્યો સંજય દત્તનો પરિવાર
મુંબઇ ખાતે ટાડા કોર્ટમાં સરેન્ડર કરવા જઇ રહેલા સંજય દત્તને હિમત આપવા માટે તેના બહેન અને સાંસદ પ્રિયા દત્ત અને પત્ની માન્યતા દત્ત આ પળે ભાવુક બની ગયા હતા.

પીએમ વીથ સીએમ
કર્ણાટકના મુખ્યમંત્રી પદે નિયુક્ત થયા બાદ કે સિદ્ધારામૈયાએ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી.

હળવી મુદ્રામાં સચિન
કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ પૂર્વે ધર્મશાલા પહોંચેલા ભારતના ઇકોનિક પ્લેયર અને આઇપીએલમાં મુબંઇ ઇન્ડિયન્સ તરફથી રમી રહેલા સચિન તેંડુલકર હળવી મુદ્રામાં જણાઇ રહ્યાં હતા.

નાણામંત્રીને ગુલદસ્તો
તામિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ ચેન્નાઇમાં એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી ઓ પન્નેર્સેલ્વમને ગુલદસ્તો આપી શુભેચ્છા મુલાકાત કરી હતી.

પ્લાનિંગ કમિશન સાથે એક મુલાકાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વિરાજ ચૌહાણ, ઉપમુખ્યમંત્રી અજીત પવારે એન્યુઅલ પ્લાન 2013-14 સંદર્ભે પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન મોન્ટેકસિંહ આહુવાલિયા સાથે મુલાકાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી સાથે કર્ણાટકના સીએમની મુલાકાત
નવી દિલ્હી ખાતે કર્ણાટકના મુખ્યમંત્રી કે સિદ્ધારામૈયાએ કેન્દ્રીયમંત્રી મલ્લિકાર્જુના ખાર્ગે સાથે ખાસ મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
ભુતાનના પૂર્વ ભારતીય રાજદૂત પવન કુમાર વર્માએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પોતાના પુસ્તક ચાણક્યના નવા મેનિફેસ્ટો આપ્યું હતું.

રમૈયા વસ્તાવૈયાનું મ્યુઝિક લોન્ચિંગ
બોલિવુડ ડિરેક્ટર પ્રભુદેવા, અભિનેત્રી શ્રૂતિ હસન અને અભિનેતા ગિરિશ કુમારે કંઇક આ અદામાં મુંબઇમાં આગામી ફિલ્મ રમૈયા વસ્તાવૈયાના મ્યુઝિકનું લોન્ચિંગ કર્યું હતું.

ટાડાના દરબારમાં સંજય દત્ત
1993માં ગેરકાયદે હથિયાર રાખવાના ગુન્હામાં સાડા ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ આજે સંજય દત્તે ટાડા કોર્ટ ખાતે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે તે ઘણો ભાવુક હતો, હવે સંજય દત્તે સાડા ત્રણ વર્ષ યરવાડા જેલમાં વિતાવવા પડશે.

લંડન ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ
શાંધાઇ ખાતે લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનારા કિરાની જેમ્સ(ગ્રાનેડા), પોલ વાઉલેટર યેલેના ઇસિબાવેયા(રશિયા), ગ્રેગ રુથરફોર્ડ અને ઝાગ પેઇમેંગે લાક્ષણિક અદામાં તસવીર ખેંચાવી હતી.

નેપાળમાં પ્લેન ક્રેશ
નેપાળની રાજધાની કાઠમંડુથી 200 કિમી દુર જોમસોમ ખાતે કાલિગાંડાકિ નદી કિનારે નેપાલ એરલાઇન્સનુ પ્લેન ક્રેશ થઇ ગયું હતું, બનાવની જાણ થતાં સ્થાનિકો અને બચાવ ટૂકડીએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

ઇરાકમાં વિસ્ફોટ
ઇરાકના બગદાદ નજીક સાદર શહેર ખાતે એક કારમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા બાદ શહેરીજનો ઘટના સ્થળે એકઠાં થયા હતા.

આત્મઘાતી કાર બોમ્બ હુમલો
અફઘાનિસ્તાનના કાબુલમાં નાટો કોન્વે પાસે એક આત્મઘાતી કાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યા બાદ અફઘાન અને યુએસ આર્મીના સૈનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા.

ફિક્સિંગના લપેટામાં શ્રીસંથ
ભારતીય ટીમનો ઉગ્ર બોલર અને આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલો શ્રીસંથ સ્પોટ ફિક્સિંગના ઝાળમાં ફસાયો છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.

ફિક્સિંગમાં ફસાયેલા અજીતનો પરિવાર
આઇપીએલમાં ફિક્સિંગમાં ફસાયેલા અજીત ચંડાલિયાના ફરિદાબાદ ખાતે રહેતા પરિવારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

ભારત-ચીન આર્મી એક સાથે
ભારતના નાથુલા ખાતે ચાઇનિઝ આર્ટિસ્ટ ખાતે ભારતીય આર્મી ડેલિગેશન અને ચાઇનિઝ આર્મીના વરિષ્ઠ સભ્યોએ મુલાકાત કરી હતી.

સાંગલીનું રોજિંદા જીવન
મહારાષ્ટ્રના સાંગલી ખાતે ખેડુતો દ્વારા ખેતિ કરવામાં આવી રહી હતી. આ તસવીર સાંગલીના શારિલા તાલુકાના મેની ગામની છે.

રાજસ્થાનના સીએમ સાથે રાહુલ ગાંધી
જયપુર ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે સુચક બેઠક મળી હતી.

મર્સિડિઝ બેન્ઝ જીએલ-ક્લાસનું લોન્ચિંગ
નવી દિલ્હી ખાતે ટેનિસ લિજેન્ડ બોરિસ બેકરના હસ્તે મર્સિડિઝ બેન્ઝની જીએલ ક્લાસનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
