For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક સફળતાની ઉજવણી, ક્યાંક લેવાયા શપથ, આજના ખાસ ન્યૂઝ

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

ગુજરાતના સુરતમાં વિદ્યાર્થીઓ તંબાકુ મુક્ત જીવન જીવવાના સપથો લીધા હતા. જ્યારે શ્રીનગરમાં વિરોધી સાથે ઘર્ષણમાં પોલીસકર્મીને ઇજા પહોંચી હતી, મ્યાનમારમાં બુદ્ધિસ્ટ અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

સફળતાની ઉજવણી

સફળતાની ઉજવણી

નવી દિલ્હી ખાતે સીબીએસઇની ધોરણ 10ના પરિણામમાં સફળ નીવડ્યા બાદ ઉજવણી કરી રહેલા વિદ્યાર્થિનીઓ.

સફળતાની ઉજવણી

સફળતાની ઉજવણી

અમૃતસર ખાતે સીબીએસઇની ધોરણ 10ના પરિણામમાં સફળ નીવડ્યા બાદ ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓ.

થાઇલેન્ડના પ્રવાસે ભારતીય પ્રધાનમંત્રી

થાઇલેન્ડના પ્રવાસે ભારતીય પ્રધાનમંત્રી

ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ હાલ થાઇલેન્ડના પ્રવાસે છે, તેમને આવકારવા માટે થાઇલેન્ડના ડેપ્યુટી પ્રધાનમંત્રી યુકોલ લિમલ્મથોંગ અને તેમના પત્ની બેન્કોક એરપોર્ટ પર આવ્યા હતા.

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ અગેઇન

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ અગેઇન

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા, ઇમરાન ખાને તેમની આગામી ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇનું પ્રમોશન મુંબઇમાં કર્યું હતું.

મ્યાનમારમાં ઘર્ષણ

મ્યાનમારમાં ઘર્ષણ

મ્યાનમારના લાશિઓ ખાતે બુદ્ધિસ્ટ અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ ફાટી નીકળ્યું હતું, જેમાં આગના બનાવો બન્યા હતા, ત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવકાર્યો હાથ ધરવામા આવ્યા હતા.

વિશ્વ રેકોર્ડ સાથે ડેવિડ લિઆના ગોન્ઝાલેઝ

વિશ્વ રેકોર્ડ સાથે ડેવિડ લિઆના ગોન્ઝાલેઝ

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર નોર્થ અને સાઉથ સાઇડના પ્રથમ વ્યક્તિ તરીકેના વિશ્વ રેકોર્ડ સાથેના સર્ટિફિકેટ સાથે મેક્સિકન પર્વતારોહક ડેવિડ લિઆનોએ તસવીર ખેંચાવી હતી.

રાજ્યસભાની ચૂંટણી માટે વોટિંગ

રાજ્યસભાની ચૂંટણી માટે વોટિંગ

આસામ વિધાનસભાના સભ્યોએ રાજ્યસભાની ચૂંટણી માટે વોટિંગ કર્યું હતુ. જે ગુઆહાટીમાં આસામ વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત

પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત

પટના એરપોર્ટ ખાતે રાજ્યકક્ષાના સંસદીય બાબતોના મંત્રી રાજીવ શુક્લા અને કોર્પોરેટ અફેર્સના રાજ્યકક્ષાના મંત્રી સચિન પાઇલોટ લોકસભાની પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારના પ્રચાર અર્થે આવ્યા હતા.

આહુવાલિયા સાથે બેઠક

આહુવાલિયા સાથે બેઠક

રાજ્યોની વાર્ષિય યોજના સંદર્ભે યોજના ભવન, નવી દિલ્હીમાં પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન મોન્ટેક સિંહ આહુવાલિયાને મળી રહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડી.

સમૂહલગ્નમાં અભિનેત્રી

સમૂહલગ્નમાં અભિનેત્રી

કોલકતાના ચિકમાગલુર ખાતે એક સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલી કન્નડ ફિલ્મની અભિનેત્રી ભાવના.

ઇજાગ્રસ્ત સાથી

ઇજાગ્રસ્ત સાથી

શ્રીનગરમાં માઇસુમા ખાતે વિરોધ પ્રદર્શનકારીઓ સાથે થયેલા ઘર્ષણ બાદ ઇજાગ્રસ્ત સાથીને લઇ જઇ રહેલો પોલીસકર્મી.

તંબાકુ મુક્ત ગુજરાત

તંબાકુ મુક્ત ગુજરાત

સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા તુંબાકુના સેવન વગર જીવન વિતાવવાના શપથ લીધા હતા.

નેશનલ યુથ કન્વેશન

નેશનલ યુથ કન્વેશન

નવી દિલ્હી ખાતે એનસીપી પ્રમુખ શરદ પવાર પાર્ટીના નેશનલ યુથ કન્વેશનમાં હાજર રહ્યાં હતા.

અસ્થિ વિસર્જન

અસ્થિ વિસર્જન

અલ્હાબાદના સંગમ સ્થાને છત્તીસગઢમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મૃત્યુ પામેલા પુર્વ ધારાસભ્ય ઉદય મુડાલિઅરના અસ્થિઓનું વિસર્જન કરતા પરિવારજનો.

ચૂંટણી પ્રચાર

ચૂંટણી પ્રચાર

માન્ડી ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન સભા સંબોધી રહેલા પ્રતિભા સિંહ

English summary
thursday may 30 s top news in photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X