દિલ્લી એઈમ્સમાં ભરતી નથી તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામા, ડૉક્ટરોએ કર્યુ મીડિયા રિપોર્ટસનુ ખંડન
Dalai Lama: સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાની તબિયત ખરાબ છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે દિલ્હી એઈમ્સમાં દાખલ છે. જોકે, હવે AIIMS પ્રશાસને આ વાતને નકારી કાઢી છે. તેમજ તેમના પીએ એ દલાઈ લામાને સ્વસ્થ ગણાવ્યા હતા.
ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી (એઈમ્સ, દિલ્હી)ના અધિકારીઓએ રવિવારે સ્પષ્ટતા કરી કે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. આ મામલે જે પણ સમાચાર આવી રહ્યા છે તે ખોટા છે. જો કે, કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે સંસ્થાના ડૉકટરોની સલાહ લીધી હતી.

અગાઉના દિવસે, તેમના અંગત સચિવ ચિમી રિગ્ઝિને ધર્મશાલામાં જણાવ્યું હતું કે તિબેટના આધ્યાત્મિક નેતા તબીબી તપાસ માટે દિલ્હીમાં હતા. દલાઈ લામા સતત ઠંડીથી પરેશાન હતા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તેઓ આગામી બે-ત્રણ દિવસમાં ધર્મશાલા પરત ફરશે.
તમને જણાવી દઈએ કે દલાઈ લામા તિબેટીયન બૌદ્ધ પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. 1959માં બળવા બાદ તિબેટમાંથી ભાગી ગયા ત્યારથી તેઓ ભારતમાં શરણાર્થીનું જીવન જીવી રહ્યા છે. તિબેટની સ્વાયત્તતા અને તિબેટના ધાર્મિક અધિકારો સહિત તિબેટની સંસ્કૃતિના રક્ષણ માટે ચીન સાથે સંવાદ કરવા માટે રાજદ્વારી અભિગમની હાકલ કરે છે. જોકે, ચીન વારંવાર દલાઈ લામાને ઓળખવાનો ઈન્કાર કરી રહ્યું છે.
દલાઈ લામા વારંવાર તિબેટની આઝાદીની વાત કરતા રહે છે. ભારતે તેમને આશ્રય આપ્યો, જેના પર ચીન હંમેશા વાંધો ઉઠાવે છે. ઘણી વખત તેણે દલાઈ લામાની જાસૂસી કરાવી હતી.












Click it and Unblock the Notifications
