For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને ટક્કર આપવા કોંગ્રેસનો નવો પેંતરો, જેના ફોલોઅર્સ વધુ તેને ટિકિટ

કોંગ્રેસે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાઓને કહ્યુ છે કે જો તમારે ચૂંટણી માટે ટિકિટ જોઈએ તો સૌથી પહેલા તમે સોશિયલ મીડિયા પર પોતાની પકડ જમાવો.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 પહેલા કોંગ્રેસે પક્ષના નેતાઓ માટે નવુ અને મુશ્કેલીભર્યુ ફરમાન જાહેર કર્યુ છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાઓને કહ્યુ છે કે જો તમારે ચૂંટણી માટે ટિકિટ જોઈએ તો સૌથી પહેલા તમે સોશિયલ મીડિયા પર પોતાની પકડ જમાવો. પક્ષના નેતાઓ માટે ટ્વિટર અને ફેસબુક અકાઉન્ટ્સ રાખવુ અનિવાર્ય કરી દીધુ છે. આની સાથે સાથે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પક્ષના નેતાઓને તેમના સોશિયલ મીડિયાની વિગતો માંગી છે.

સોશિયલ મીડિયા પર 15 હજાર લાઈક્સ અને 5 હજાર ફોલોઅર્સ જરૂરી

સોશિયલ મીડિયા પર 15 હજાર લાઈક્સ અને 5 હજાર ફોલોઅર્સ જરૂરી

કોંગ્રેસે પોતાના નેતાઓને કહ્યુ છે કે જો તમે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માટે દાવેદારી કરવા ઈચ્છો તો તમારે સોશિયલ મીડિયા પર સક્રિય રહેવુ પડશે. આ સાથે સાથે ફેસબુક પર ઓછામાં ઓછા 15,000 લાઈક્સ હોવા જોઈએ અને ટ્વિટર પર 5000 ફોલોઅર્સ ઉપરાંત વ્હોટ્સ એપ ગ્રુપ પણ હોવા જરૂરી છે. કોંગ્રેસના નેતાઓને આપેલા નિર્દેશમાં કહ્યુ છે કે તમારે મધ્યપ્રદેશ સાથે જોડાયેલા બધા ટ્વિટને પોતાના અકાઉન્ટમાં શેર પર કરવા પડશે.

આ પણ વાંચોઃરસ્તા પર ભીખ માંગવા મજબૂર છે દેશનો આ આશાસ્પદ ખેલાડીઆ પણ વાંચોઃરસ્તા પર ભીખ માંગવા મજબૂર છે દેશનો આ આશાસ્પદ ખેલાડી

15 ડિસેમ્બર સુધી જમા કરો સોશિયલ મીડિયા હેન્ડલની વિગતો

કોંગ્રેસને એ સ્પષ્ટ કરી દીધુ છે કે જો તે ઈચ્છે તો મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવા માટે તેમના નામ પર વિચાર કરવામાં આવે તો બધા 15 સપ્ટેમ્બર સુધી પક્ષને તેમના સોશિયલ મીડિયા હેન્ડલની વિગતો જમા કરાવે. ત્યારબાદ પક્ષ તે નેતાઓના સોશિયલ મીડિયા વિગતોની તપાસ કરશે અને પોતાના લેવલથી નક્કી કરશે કે કયા નેતાને ટિકિટ આપવામાં આવે અને કોને નહિ.

સોશિયલ મીડિયા પર ભાજપ અને કોંગ્રેસમાં ટક્કર

સોશિયલ મીડિયા પર ભાજપ અને કોંગ્રેસમાં ટક્કર

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે સોશિયલ મીડિયા મહત્વનું યોગદાન આપી શકે છે. એટલા માટે ભાજપ અને કોંગ્રેસ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની પકડ મજબૂત કરવામાં લાગી છે. ભાજપની રાજ્ય ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) સેલના ઈન્ચાર્જ શિવરાજ સિંહ દબીએ કહ્યુ હતુ કે પક્ષે 65,000 ‘સાઈબર યોદ્ધાઓ' ને તૈનાત કર્યા છે જ્યારે કોંગ્રેસે આની સામે લડાઈ માટે લગભગ 4,000 ‘રાજીવના સિપાહી' નામની એક ટીમને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ અને ભાજપનો દાવો છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ રાજયની ચૂંટણીમાં પોતાના પ્રતિયોગિઓની ગેરસમજ અને ખોટા પ્રચારને દૂર કરવાની કોશિશ કરશે.

આ પણ વાંચોઃહાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ, ખરાબ તબિયતના કારણે લખી વસિયતઆ પણ વાંચોઃહાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ, ખરાબ તબિયતના કારણે લખી વસિયત

English summary
Tickets only to those with huge social media following, Congress says in MP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X