ટાઇમ્સ નાઉ મુજબ 5 રાજ્યોના એક્ઝિટ પોલ જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 11મી માર્ચે મત ગણતરી થશે. ત્યારે પંજાબ, છત્તીસગઢ, ગોવા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવનારા દિવસોમાં કયા પક્ષની સરકાર બનશે તે વાત પર બધાની નજર મંડાયેલી છે. પણ તે પહેલા એક્ઝિટ પોલ મુજબ પાંચેય રાજ્યોમાં કોની સરકાર બનશે તે અંગે જાણો અહીં. અહીં અમે ટાઇમ્સ નાઉવ દ્વારા જે પણ આ અંગે એક્ઝિટ પોલની ડિટેલ મળી છે તે  તમને જણાવી રહ્યા છીએ.

modi


ઉત્તર પ્રદેશ - ઉત્તર પ્રદેશની 403 સીટો માટે ટાઇમ્સ નાઉ - વોટર મોડ રિસર્ચના સર્વે મુજબ એસપી અને કોંગ્રેસના ગઠબંધનને 110 થી 130 સીટો મળશે. તો ભાજપને 190 થી 210 સીટો મળવાની સંભાવના છે. બીએસપી એટલે કે માયાવતીને ખાલી 30 સીટોમાં ખુશ થવું પડશે. તો અન્યને પણ 30 સીટો મળશે. તે જોતા ભાજપની ઉત્તર પ્રદેશમાં પહેલી વાર સરકાર બને તેવી સંભાવના છે.
ઉત્તરાખંડ - ઉત્તરાખંડમાં કોંગ્રેસની 21, ભાજપની 44 અને અન્યને 5 સીટો મળે તેવી સંભાવના છે.
પંજાબ - પંજાબમાં કોંગ્રેસ અને આપને 55-55 સીટો મળે તેવી સંભાવના છે અને અકાળી અને ભાજપની સરકારને 7 સીટોથી જ ખુશ થવું પડશે તેવું માનવામાં આવી રહ્યું છે
ગોવા- ટાઇમ્સ નાઉવ મુજબ ગોવામાં ભાજપને 21 સીટો મળશે. તો કોંગ્રેસને 9. તો આપનું ખાતું કદાચ ગોવામાં ના પણ ખુલે.

English summary
what times now exit poll says about 5 states assembly election 2017 the five states, Read here.
Please Wait while comments are loading...