તિરુપતિ ઈસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ત્રણ દિવસમાં ચોથી વખત મળ્યો મેઈલ
Taripati ISKCON temple Bomb Threat: છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશન અને હોટેલને બોમ્બથી ઉડવવાની ધમકી મળી રહી છે, ત્યારે વધુ એક ધમકી ભરેલો મેઈન મંદિરને મળ્યો છે. તિરુપતિના ઈસ્કોન મંદિરને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે.
રવિવારના રોજ આ ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. સમગ્ર મામલે મંદિર પ્રશાસન દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ઈમેલ મોકલનારએ દાવો કર્યો હતો કે, ISISના આતંકવાદીઓ મંદિરને નિશાન બનાવશે.
માહિતી મળતાની સાથે જ તિરુપતિ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મંદિર પરિસરની તલાશી લીધી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક કે વાંધાજનક સામગ્રી મળી ન હતી.
સર્કલ ઈન્સ્પેક્ટર શ્રીનિવાસુલુએ જણાવ્યું હતું કે, ધમકી આપનાર વ્યક્તિની ઓળખ માટે જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસને શંકા છે કે તે નકલી મેઈલ હોઈ શકે છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં તિરુપતિ મંદિરને આ ચોથી નકલી ધમકી મળી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મંદિરમાં બોમ્બની આવી જ ધમકી આપવામાં આવી હતી. આ પહેલા શનિવારે બે હોટલને પણ આવી જ બોમ્બની ધમકી મળી હતી, જે પાછળથી નકલી હોવાનું બહાર આવ્યું હતું.
ધમકી આપનાર અજાણ્યા લોકોએ ઈમેલ દ્વારા કહ્યું હતું કે, જો 55,000 ડોલર (રૂપિયા 46,24,288)ની ખંડણીની માંગણી પૂરી નહીં કરવામાં આવે તો હોટલોને ઉડાવી દેવામાં આવશે. જોકે, તાજેતરના સમયમાં શહેરની અન્ય ત્રણ હોટલોને પણ આવી ધમકીઓ મળી છે, જેના કારણે સ્થાનિક લોકો ભયભીત છે.
નવી ધમકીમાં કથિત રીતે ડ્રગ હેરફેરના કિંગપિન જાફર સાદિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની તાજેતરમાં તમિલનાડુમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલાને લઈને ઉભી થયેલી પરિસ્થિતિને લઈને વહીવટીતંત્ર સતર્ક છે અને સ્થાનિક લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
