Tirupati stampede : તિરૂપતિ મંદિરમાં ટોકન વિતરણ દરમિયાન નાસભાગ, 6 લોકોના મોત
Tirupati stampede : આંધ્રપ્રદેશના ફેમસ તિરૂપતિ મંદીરમાં નાસભાગના સમાચાર છે. આ ઘટનામાં મોટી જાનહાની સર્જાઈ છે.
સમાચારો અનુસાર, તિરૂપતિ મંદિરમાં ટોકન વિતરણ દરમિયાન નાસભાગ થતા 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સિવાય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટના બાદ આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ દુર્ઘટના તિરુપતિના વિષ્ણુ નિવાસમાં વૈકુંઠ દ્વાર સર્વ દર્શન ટોકન વિતરણ દરમિયાન સર્જાઈ.
વૈકુંઠ દ્વાર દર્શન માત્ર દસ દિવસ માટે જ ખોલવામાં હતા છે, જેના કારણે હજારો ભક્તો વૈકુંઠ દ્વાર સર્વ દર્શન ટોકન માટે સવારથી લાઈનમાં ઉભા હતા. આ દરમિયાન નાસભાગ મચી અને આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા.
જણાવી દઈએ કે, પરિસ્થિતિ વધુ બગડતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. મંદિર સમિતિના અધ્યક્ષ બીઆર નાયડુ પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક કરી રહ્યા છે.
આ દરમિયાન ઘાયલોને તિરુપતિની શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ચાર શ્રદ્ધાળુઓના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોને આપવામાં આવી રહેલી સારવાર વિશે અધિકારીઓ સાથે ફોન પર વાત કરી. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે જઈને રાહતના પગલાં લેવા આદેશ આપ્યો છે જેથી ઘાયલોને સારી સારવાર મળી શકે.












Click it and Unblock the Notifications
