Tirupati stampede : તિરૂપતિ ભાગદોડની આંખો દેખી પીડિતોએ ખુદ જણાવી, સાંભળીને રૂવાડા ઉભા થઈ જશે
Tirupati stampede : આંધ્રપ્રદેશના જગવિખ્યાત તિરૂપતિ મંદિરમાં દોડભાગ થતા 6 લોકોના જીવ ગયા છે અને 40 લોકો હોસ્પિટલ ખસેડાયા છે.
આ ઘટનામાં મહિલાઓ અને બાળકો સૌથી વધુ ભોગ બન્યા. આંખોથી ઘટના જોનારા જેમ જેમ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યાં છે તેમ તેમ લોકોના રૂવાડા ઉભા થઈ રહ્યાં છે.

અકસ્માતના સાક્ષી ડી વેંકટ લક્ષ્મીએ એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યુ કે, પાંચ મિનિટ સુધી એવું લાગતું હતું કે મરી જઈશું. હું છેલ્લા 25 વર્ષથી મંદિરમાં આવું છું અને આવું પહેલાં ક્યારેય બન્યું નથી. અકસ્માત સમયે છ છોકરાઓએ મને બાજુ પર ખેંચી અને પીવા માટે પાણી આપ્યું.
લક્ષ્મીએ કહ્યું કે, લોકો આગળ દોડી રહ્યા હતા અને જ્યાં હું ઉભી હતી ત્યાં લગભગ 10 લોકો એકસાથે નીચે પડી ગયા. હું બૂમો પાડી રહી અને છતાં લોકો પાછળથી ધક્કો મારતા રહ્યાં. લોકો કાબુ બહાર હતા. હું લાંબા સમય સુધી શ્વાસ ન લઈ શકી.
લક્ષ્મીએ કહ્યું કે, જો પોલીસે શ્રદ્ધાળુઓને વ્યવસ્થિત રીતે આગળ વધવા દીધા હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. તે સમયે લોકો એ ન સમજી શક્યા કે શું થઈ રહ્યું છે.
અન્ય એક શ્રદ્ધાળુએ જણાવ્યુ કે, બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ મંદિરમાં આવી હતી અને સાંજે ૭ વાગ્યે દ્વાર ખુલ્યો. એક વ્યક્તિએ બધાને ઉતાવળ ન કરવા અને લાઈનમાં ચાલવા કહ્યું, પરંતુ કોઈ સાંભળતું ન હતું. પોલીસ બહાર હતી, અંદર નહીં.
એક પુરુષે આગ્રહ કર્યો કે 5,000 ભક્તોની હાજરી વિશે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે અચાનક ગેટ ખોલી નાખ્યો, જેના કારણે નાસભાગ મચી.
જણાવી દઈએ કે, બુધવારે રાત્રે તિરુપતિમાં બૈરાગી પટ્ટેડામાં ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તિરુમાલા હિલ્સ પર આવેલા ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ મેળવવા માટે સેંકડો લોકો ઉમટી રહ્યા હતા ત્યારે બનેલી આ ઘટનામાં 40 લોકો ઘાયલ પણ થયા હતા.












Click it and Unblock the Notifications
