TMC 2024 લોકસભા ચૂંટણી એકલા લડી શકે, જાણો શું કહ્યું મમતા બેનર્જીએ?

પશ્ચિમ બંગાળમાં સાગરદિઘી વિધાનસભા પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં કોંગ્રેસે જીત મેળવી છે. INCના બાયરન બિસ્વાસ સાગર દિઘી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.

નવી દિલ્હી : 2024 લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી સતત વિપક્ષી એકતાની વાતો કરી રહ્યા છે ત્યારે મમતા બેનર્જીની ટીએમસી કંઈક અલગ જ સંકેતો આપી રહી છે. તમામ પક્ષોએ 2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે હવે તૃણમુલ કોંગ્રેસ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી એકલા લડવાની વાત કરી રહી છે.

mamta banerjee

પશ્ચિમ બંગાળમાં સાગરદિઘી વિધાનસભા પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં કોંગ્રેસે જીત મેળવી છે. INCના બાયરન બિસ્વાસ સાગર દિઘી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. TMCના દેવાશિષ બેનર્જી બીજા નંબર પર રહ્યા છે.

સાગરદિઘી વિધાનસભા સીટ પર તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે. અહીં મમતા બેનર્જીએ કહ્યું છે કે, કોંગ્રેસના અનૈતિક ગઠબંધન સીપીઆઈ(એમ)) અને ભાજપને કારણે તેને જીત મળી છે. મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની હાર માટે કોંગ્રેસ, CPI(M) અને BJPના અનૈતિક ગઠબંધનને જવાબદાર ઠેરવ્યુ છે. આ સિવાય મમતા બેનર્જીએ ભાજપના વોટ કોંગ્રેસમાં ટ્રાન્સફર કરવાની વાત પણ કરી છે. હવે મમતા બેનર્જીના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં અલગ એંગલથી જોવાઈ રહ્યું છે.

મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી એકલા લડશે. ટીએમસીનું ગઠબંધન લોકો સાથે રહેશે. હું માનું છું કે જે પણ ભાજપને હરાવવા માંગે છે તે ટીએમસીને મત આપશે. આ સાથે મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે જનતા તેમની સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X