અમિત શાહની ભવિષ્યવાણી પર ટીએમસી - આ બંગાળ છે, અહીં માઈન્ડ ગેમ નથી ચાલતી
અમિત શાહના પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં 30માંથી 26 સીટો જીતવાની ભવિષ્યવાણી પર તૃણમૂલ કોંગ્રેસે જોરદાર જવાબ આપ્યો છે.
કોલકત્તાઃ અમિત શાહના પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં 30માંથી 26 સીટો જીતવાની ભવિષ્યવાણી પર તૃણમૂલ કોંગ્રેસે જોરદાર જવાબ આપ્યો છે. ટીએમસીએ કહ્યુ કે આ બંગાળ છે અને અહીં માઈન્ડ ગેમ નથી ચાલતી. પોતાનો આ ખેલ ગુજરાતના જીમખાનામાં અજમાવો. પશ્ચિમ બંગાળ અને આસામમાં થયેલ પહેલા તબક્કાના મતદાન બાદ અમિત શાહે રવિવારે કહ્યુ હતુ કે બંને રાજ્યોમાં સરકાર ભારે સંખ્યામાં સીટો જીતશે અને સરકાર બનાવશે.

શું કહ્યુ હતુ અમિત શાહે
અમિત શાહે વધુમાં કહ્યુ કે, 'મારી બૂથ લેવલના કાર્યકર્તાઓ અને પાર્ટી નેતાઓ સાથે વાતચીત થઈ છે જેના આધારે હું કહી શકુ છુ કે અમે બંગાળમાં પહેલા તબક્કામાં 30માંથી 26 સીટો જીતીશુ જ્યારે આસામમાં અમે 47 સીટોમાંથી 37 સીટો જીતીશુ.' તેમણે કહ્યુ કે ભાજપ બંગાળમાં 200થી વધુ સીટો જીતીને સરકાર બનાવશે.
શાહની ભવિષ્યવાણી પર ટીએમસીએ કર્યો પલટવાર
અમિત શાહની આ ભવિષ્યવાણી પર તૃણમૂલ કોંગ્રેસે પલટવાર કર્યો છે ટીએમસીના વરિષ્ઠ નેતા ડેરેક ઓ બ્રાયને આને ભાજપની માઈન્ડ ગેમ ગણાવી છે. તેમણે કહ્યુ કે, 'મોદી-શાહ,આ બંગાળ છે, અહીં માઈન્ડ ગેમ નથી ચાલતી. પોતાના આ સ્ટંટને ગુજરાત જિમખાનામાં જ કરો. આ બંગાળ છે. ખેલા હોબે.'
ઉલ્લેખનીય છે કે બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે અને 1 એપ્રિલે ત્યાં બીજા તબક્કા માટે મતદાન થવાનુ છે. બંને પાર્ટીઓ જોરદાર રીતે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આજે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી નંદીગ્રામમાં રોડ શો કરશે. વળી, અમિત શાહ મંગળવારે પશ્ચિમ બંગાળમાં એક મેગા રોડ શો કરશે. મંગળવારે સાંજે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હશે. બંગાળમાં વિધાનસભાની 294 સીટો પર કુલ આઠ તબક્કામાં મતદાન થવાનુ છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
