For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નુસરત જહાંના મંગળસૂત્ર પહેરવા પર દેવબંધી ઉલેમાએ આપ્યો આ જવાબ

પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ નુસરત જહાંના મંગળસૂત્ર પહેરવા અને સિંદૂર લગાવવા વિશે સવાલ ઉઠ્યા. હવે આ બાબતે દેવબંધી ઉલેમાની પ્રતિક્રિયા સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ નુસરત જહાંએ મંગળવારે સંસદ પહોંચીને સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા. પોતાના લગ્નના કારણે તેમને સાંસદ તરીક શપથ ગ્રહણ કરવામાં વિલંબ થયો. મંગળવારે જ્યારે નુસરત જહાં સાંસદ તરીકે શપથ લેવા માટે સંસદ પહોંચ્યા તો પારંપરિક અંદાજમાં જોવા મળ્યા. તેમણે મંગળસૂત્ર પહેર્યુ હતુ અને સિંદૂર પણ લગાવ્યુ હતુ. તેમના આ અંદાજ વિશે સોશિયલ મીડિયા પર એક ચર્ચા છેડાઈ ગઈ. ઘણી યુઝર્સે તેમના મંગળસૂત્ર પહેરવા અને સિંદૂર લગાવવા વિશે સવાલ ઉઠાવ્યા. હવે આ બાબતે દેવબંધી ઉલેમાની પ્રતિક્રિયા સામે આવી છે. દેવબંધી ઉલેમાએ કહ્યુ છે કે શરીયત કોઈની પણ પર્સનલ લાઈફમાં દખલ દેવાની મંજૂરી નથી આપતો.

આ પણ વાંચોઃ Pics: મલાઈકા અરોરાએ અર્જૂન કપૂર સાથે પોતાના રિલેશનશિપને કર્યા ઑફિશિયલઆ પણ વાંચોઃ Pics: મલાઈકા અરોરાએ અર્જૂન કપૂર સાથે પોતાના રિલેશનશિપને કર્યા ઑફિશિયલ

નુસરત જહાંના સિંદૂર લગાવવા અને મંગલસૂત્ર પહેરવા પર યુઝર્સે ઉઠાવ્યા સવાલ

નુસરત જહાંના સિંદૂર લગાવવા અને મંગલસૂત્ર પહેરવા પર યુઝર્સે ઉઠાવ્યા સવાલ

સાંસદ નુસરત જહાંના મંગળસૂત્ર પહેરવા અને સિંદૂર લગાવીને સંસદમાં જવા વિશે ઉઠાવાયેલા સવાલો પર જમીયત દાવતુલ મુસલમીનના સંરક્ષક તેમજ પ્રસિદ્ધ આલિમ-એ-દીન કારી ઈસ્હાક ગોરાએ તેમનો બચાવ કર્યો છે. તેમણે કહ્યુ, ‘શરીયત ક્યારેય એની પરવાનગી નથી આપતુ કે કોઈ પણ વ્યક્તિ કોઈની પણ પર્સનલ લાઈફમાં દખલઅંદાજી કરે. નુસરત જહાં પોતાને મુસલમાન માને છે કે નહિ એ તો તે પોતે જાણે કે અલ્લાહ સારી રીતે જાણે છે પરંતુ આ મામલે કોઈને કંઈ પણ કહેવાનો અધિકાર નથી.'

જમીયત દાવતુલ મુસલમીનના સંરક્ષક તેમજ પ્રસિદ્ધ આલિમ-એ-દીન કારી ઈસ્હાક

જમીયત દાવતુલ મુસલમીનના સંરક્ષક તેમજ પ્રસિદ્ધ આલિમ-એ-દીન કારી ઈસ્હાક

જમીયત દાવતુલ મુસલમીનના સંરક્ષક તેમજ પ્રસિદ્ધ આલિમ-એ-દીન કારી ઈસ્હાક ગોરાએ કહ્યુ કે, ‘આજના સમયમાં દરેક વ્યકિત સમજદાર છે અને તેને ખબર હોય છે કે તેણે ખોટુ કર્યુ છે કે સાચુ કર્યુ છે. આ હકીકત છે કે વ્યક્તિ પોતાના આમાલથી ઈસ્લામમાં રહે છે અને પોતાની રીતભાતથી જ તે ઈસ્લામમાંથી નીકળી જાય છે. શરીયતમાં છે કે વ્યક્તિના પોતાના આમાલ તેની પોતાની અને અલ્લાહની વચ્ચે રહે છે. આપણે બસ અલ્લાહને આ દુઆ કરીએ છીએ કે દરેક વ્યક્તિને બુદ્ધિ આપે અને તમામ હિંદુસ્તાનીઓને સુરક્ષા આપે.'

સિંદૂર લગાવવા અને મંગળસૂત્ર પહેરવા પર શું બોલી નુસરત જહાં

સિંદૂર લગાવવા અને મંગળસૂત્ર પહેરવા પર શું બોલી નુસરત જહાં

આ પહેલા નુસરત જહાંના માથે સિંદૂર લગાવવા વિશે ઉઠેલા સવાલો પર ટીએમસી સાંસદે પોતે જવાબ આપ્યો. સીએનએન ન્યૂઝ 18 સાથે વાત કરી તેમણે કહ્યુ કે તે આવા મુદ્દાઓ પર ટિપ્પણી નથી કરતી. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો કે શું લગ્ન બાદ તેમણે ધર્મ બદલી દીધો છે. તેના જવાબમાં તેમણે કહ્યુ કે તે જન્મતી ઈસ્લામને માનતી આવી છે અને એ જ તેમનો ધર્મ રહેશે. પરંતુ તે લગ્ન બાદ પતિના ઘરના રીતિ રિવાજોને પણ ફોલો કરશે. નુસરત જહાંએ પોતાનો ધર્મ નથી બદલ્યો પરંતુ જો તેમના પતિના ઘરમાં અમુક રિવાજો હોય તો તેમના રિવાજો પૂરા કરવામાં તેમને કોઈ વાંધો નથી.

‘જન્મથી ઈસ્લામને માનતી આવી છુ, એ જ મારો ધર્મ રહેશે'

‘જન્મથી ઈસ્લામને માનતી આવી છુ, એ જ મારો ધર્મ રહેશે'

તમને જણાવી દઈએ કે નુસરત જહાંએ ગયા સપ્તાહે બુધવારે બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. નુસરતના લગ્ન પ્રસંગે તેમની સાથે પરિવારના સભ્ય અને અમુક ખાસ દોસ્તો હાજર હતા. નુસરતે પોતાના લગ્નના ફોટો ટ્વીટર પર પણ શેર કરીને આ વિશે બધાને જાણકારી આપી હતી. નિખિલ જૈન સાથે ફોટો પોસ્ટ કરીને નુસરત જહાં લખ્યુ કે નિખિલ સાથે ખુશીઓના સફર પર. નુસરત જહાં અને નિખિલ જૈનનું રિસેપ્શન 4 જુલાઈના રોજ કોલકત્તામાં થશે.

English summary
TMC MP Nusrat Jahan Wearing MangalSutra deobandi ulema statement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X