
TMC સાંસદ શાંતનુ સેન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, ગૃહમાં આઈટી મંત્રી પાસેથી પેપર છીનવીને ફાડ્યુ હતુ
નવી દિલ્લીઃ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી સંસદગૃહમાં પેપર છીનવીને ફાડવાના કારણે ટીએમસી સાંસદ શાંતનુ સેન પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ કાલે ગૃહમાં મંત્રીના નિવેદન આપતી વખતે તેમના વ્યવહાર પર ખૂબ દુઃખ વ્યક્ત કર્યુ છે. શાંતનુ સેનને કહેવામાં આવ્યુ કે કૃપા કરીને ગૃહમાંથી જાવ અને સંસદની કાર્યવાહી ચાલવા દો. તેમને આખા ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ હોબાળાના કારણે સંસદની કાર્વાહી પહેલા 12 વાગ્યા સુધી અને પછી 12.30 સુધી સ્થગિત કરી દેવામાં આવી. સભાપતિએ કાલની ઘટનાને ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ કહી છે.
મંત્રી પાસેથી છીનવીને પેપર ફાડવુ સંસદીય લોકતંત્ર પર હુમલોઃ સભાપતિ
તૃણમૂલ સાંસદ શાંતનુ સેનના રાજ્યસભાના સંસદને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક દિવસ પહેલા તેમણે સંસદમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી પેપર છીનવીને તેને ફાડી દીધુ હતુ. તેમના વ્યવહાર પર દુઃખ વ્યક્ત કરીને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યુ, 'સંસદમાં થઈ રહેલી ઘટનાઓ પર હું ખૂબ જ દુઃખી છુ. દૂર્ભાગ્યથી મંત્રી પાસેથી સંસદની કાર્યવાહી સાથે જોડાયેલા પેપર છીનવીને અને તેને ટૂકડામાં ફાડવાથી સંસદની કાર્યવાહી નિમ્ન સ્તરે પહોંચી ગઈ છે. આ રીતનો વ્યવહાર નિશ્ચિત રીતે આપણા સંસદીય લોકતંત્ર પર હુમલો છે.'
શાંતનુ સેનને જવા માટે કહેવામાં આવ્યુ
સંસદની કાર્યવાહી 12 વાગે શરૂ થઈ ત્યારે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે ટીએમસી સાંસદ શાંતનુ સેનને ફરીથી અનુરોધ કર્યો કે તે ગૃહમાંથી જતા રહે કારણકે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ અંગે એક પ્રસ્તાવ રજૂ થયો અને તેને મંજૂરી કરી લેવામાં આવ્યો છે.
આઈટી મંત્રી પાસેથી કાગળ છીનવીને ફાડી નાખવામાં આવ્યુ
આ પહેલા સભાપતિ નાયડુએ કહ્યુ હતુ કે તે ગૃહમાંથી જતા રહે અને સંસદની કાર્યવાહી ચાલુ રહેવા દે પરંતુ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કાલની ઘટના વિશે નિવેદન આપવાનુ શરૂ કર્યો તો તેના પર હોબાળો શરૂ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ટીએમસી સાંસદ શાંતનુ સેને કાલે આઈટી મંત્રી પાસેથી તેમના નિવેદન આપવા દરમિયાન તેમના હાથમાંથી પેપર છીનવી લીધુ હતુ અને તેને ફાડી નાખ્યુ હતુ. બાદમાં તેમણે સફાઈમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી પર આરોપ લગાવવાની કોશિશ કરી હતી. પરંતુ ભાજપ સાંસદો કાલથી જ તેમની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા.