સંપત્તિ બચાવવા ભારત પાછા આવવાની તૈયારીમાં વિજય માલ્યા

તમામ બેંકોમાંથી 9000 કરોડ રૂપિયાથી વધુની લોન લેનાર વિજય માલ્યા છેવટે ભારત પાછા આવવાની તૈયારી કરી રહ્યો છે.

તમામ બેંકોમાંથી 9000 કરોડ રૂપિયાથી વધુની લોન લેનાર વિજય માલ્યા છેવટે ભારત પાછા આવવાની તૈયારી કરી રહ્યો છે. જે રીતે ભારતમાં તેની સંપત્તિ એક પછી એક જઈ રહી છે તેને જોતા માલ્યા ભારત પાછા આવવાની તૈયારી કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે પોતાની સંપત્તિને બચાવવાની યોજનાથી માલ્યા ભારત પાછો આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના નવા બેનામી સંપત્તિ કાયદા હેઠળ તમામ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને સતત એક પછી એક વિજય માલ્યાની સંપત્તિ કબ્જામાં લઈ રહી છે.

ભાગેડુ ઘોષિત

ભાગેડુ ઘોષિત

કોર્ટે વિજય માલ્યાને ભાગેડુ ઘોષિત કરી દીધો છે. ત્યારબાદ તેની સંપત્તિઓ એક એક કરીને માલ્યાના કબ્જામાંથી જઈ રહી છે. નવા બેનામી સંપત્તિ કાયદા અનુસાર જો કોઈ નાણાકીય ગુનેગાર છે અને કોર્ટ તેને ભાગેડુ ઘોષિત કરી દે તો સરકાર તેની જમીન જપ્ત કરી શકે છે. જાણકારી અનુસાર અધિકારીઓને માલ્યા પાછા આવવાના સંકેત આપી રહ્યો છે. તે તમામ બેંકો સાથે પણ સમજૂતી કરવાની કોશિશ કરી રહ્યો છે.

તમામ બેંકોના સંપર્કમાં

તમામ બેંકોના સંપર્કમાં

સૂત્રોની માનીએ તો પોતાના દેવાને ખતમ કરવા માટે વિજય માલ્યા તમામ બેંકોના સંપર્કમાં છે અને તેમની સાથે વાત કરી રહ્યો છે. એટલુ જ નહિ માલ્યા ઈડીના અધિકારીઓ સાથે પણ વાત કરી રહ્યો છે. પરંતુ મોટા સૂત્રો અનુસાર ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ 2018 ના ડરથી માલ્યા ભારત પાછો આવવા ઈચ્છે છે.

કાયદાકીય રસ્તો અપનાવશે

કાયદાકીય રસ્તો અપનાવશે

માલ્યાએ એ વાતના પણ સંકેત આપ્યા છે કે તે તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીને કોર્ટમાં પડકારશે. નવા કાયદા હેઠળ માલ્યાની જે સંપત્તિઓને સીઝ કરવામાં આવી છે તેની સામે તે કોર્ટમાં જઈ શકે છે. સાથે જ તે આ સંમગ્ર મામલે કાયદાની મદદ પણ કરી શકે છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે આ સમગ્ર વાતચીત અને સમજૂતી એ વાત પર નિર્ભર કરે છે કે દેવુ ચૂકવવા માટે માલ્યા કયો વિકલ્પ સામે લઈને આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X