For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે બાલા સાહેબ અને વાજપેયીનું સપનું પૂરું થયું: ઉદ્ધવ ઠાકરે

રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહ ઘ્વારા આર્ટિકલ 370 હટાવવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. તેની સાથે રાજ્યના પુનઃગઠનનો પ્રસ્તાવ પણ રજુ કરવામાં આવ્યો

|
Google Oneindia Gujarati News

રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહ ઘ્વારા આર્ટિકલ 370 હટાવવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. તેની સાથે રાજ્યના પુનઃગઠનનો પ્રસ્તાવ પણ રજુ કરવામાં આવ્યો. તેના પર ભાજપના સહયોગી દળ શિવસેનાના પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે આજે આપણો દેશ પુરી રીતે આઝાદ થયો છે.

Uddhav Thackeray

ઉદ્ધવ ઠાકરેએ તેમના પુત્ર આદિત્ય ઠાકરેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું કે, આજે આપણો દેશ સંપૂર્ણ સ્વતંત્ર છે. વિપક્ષે રાજકીય દુશ્મનાવટ છોડીને દેશની સાર્વભૌમત્વને મહત્વ આપવું જોઈએ. બાલા સાહેબ ઠાકરે અને અટલ બિહારી વાજપેયીનું એક મોટું સ્વપ્ન સાકાર થયું. આજે આપણો દેશ સંપૂર્ણ સ્વતંત્ર છે. '

રાજ્યસભામાં અમિત શાહે બિલ રજૂ કર્યું. તેની સાથે જ વિરોધી પક્ષોના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપે આજે બંધારણની હત્યા કરી છે. પીડીપીના સાંસદે તેમના કપડાં ફાડીને વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં તેમણે બંધારણને પણ ફાડી નાખ્યું. ત્યારપછી અધ્યક્ષ વેંકીયા નાયડુએ તેમને સદનની બહાર કાઢી મુક્યા.

આ પણ વાંચો: કલમ 370 હટાવવા પર શિવસેનાઃ આજે કાશ્મીર લીધુ છે, કાલે બલુચિસ્તાન અને પીઓકે લઈશુ

આર્ટિકલ 370 નિર્ણય પછી ઇન્ડિયન એર ફોર્સ અને ભારતીય સેના હાઈ એલર્ટ પર છે. જમ્મુ કાશ્મીર નિર્ણય પર જદયુ સમર્થન નહીં કરે, કેસી ત્યાગી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધારા 370 હટાવવી નહીં જોઈએ. બસપાએ રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર મુદ્દે લાવવામાં આવેલા બિલને સમર્થન આપ્યું. મહેબૂબાએ જમ્મુ-કાશ્મીરના વિઘટનના સમાચારો પર વાત કરી અને કહ્યું કે લોકશાહી માટે આજે કાળો દિવસ છે.

જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારે મોટી ઘોષણા કરી દીધી છે. નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાવાળા આટીકલ 370ને ખતમ કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરી દીધો. આ સાથે જ જમ્મુ કાશ્મીરને પણ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળી ગયો છે. એટલુ જ નહિ લદ્દાખ પણ જમ્મુ કાશ્મીરથી અલગ થઈને કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયુ છે. જો કે બંનેની વિધાનસભા એક જ (જમ્મુ કાશ્મીર વિધાનસભા) હશે.

આ પણ વાંચો: દેશભરના 8000 જવાનોને એરલિફ્ટ કરીને કાશ્મીર મોકલવામાં આવી રહ્યા છે

English summary
Today, balasaheb and vajpayee's dream come true: Uddhav Thackeray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X