For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલમ 370 હટાવવા પર શિવસેનાઃ આજે કાશ્મીર લીધુ છે, કાલે બલુચિસ્તાન અને પીઓકે લઈશુ

ભાજપની સહયોગી પાર્ટી ખાસ કરીને શિવસેનાએ સરકારના આ પગલાના સમર્થનનું એલાન કર્યુ અને મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના આર્ટિકલ 370 વિશે મોદી સરકારે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. સોમારે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરમાં કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને ખતમ કરવાનો પ્રસ્તાવ લઈને આવ્યા. મોદી સરકારના આ પ્રસ્તાવનો વિપક્ષી પાર્ટીઓએ જોરદાર વિરોધ કર્યો. વળી, ભાજપની સહયોગી પાર્ટી ખાસ કરીને શિવસેનાએ સરકારના આ પગલાના સમર્થનનું એલાન કર્યુ.

sanjay raut

મોદી સરકારના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેનાથી રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે આજે જમ્મુ કાશ્મીર લીધુ છે, કાલે બલુચિસ્તાન, પીઓકે લઈશુ. મને વિશ્વાસ છે કે દેશના પીએમ અખંડ હિંદુસ્તાનનું સપનુ પૂરુ કરશે. તમને જણાવી દઈએ કે 370ને ખતમ કરવાના પ્રસ્તાવ સાથે જ સરકારે જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાનું એલાન કર્યુ. આ ઉપરાંત લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ છે.

અમિત શાહ તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે લદ્દાખના લોકોની ઘણા સમયથી માંગ રહી છે કે લદ્દાખને કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે જેથી અહીં રહેતા લોકો પોતાના લક્ષ્યોને મેળવી શકે. સરકારના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ, 'કાશ્મીરમાં લોકતંત્ર જોખમમાં છે. કાશ્મીરની શાંતિ જોખમમાં છો. આ લોકતંત્રની હત્યા છે. એક ષડયંત્ર કેન્દ્ર સરકાર કરી રહી છે. કાશ્મીરમાં પર્યટનના સૌથી યોગ્ય સમયે પર્યટકોને પાછા બોલાવી રહી છે સરકાર.'

બસપાએ પ્રસ્તાવનું કર્યુ સમર્થન

મોદી સરકારના આર્ટિકલ 370ને ખતમ કરવાના પ્રસ્તાવનો ઘણી વિપક્ષી પાર્ટીઓએ વિરોધ પણ કર્યો છે. રાજ્યસભામાં જ્યારે પ્રસ્તાવ રજૂ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ભારે હોબાળો જોવા મળ્યો છે. પરંતુ આ દરમિયાન અમુક પાર્ટીઓ એવી પણ છે જેમણે સરકારના આ પ્રસ્તાવનુ સમર્થન કરવાનુ એલાન કર્યુ છે. બસપા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાએ રાજ્યસભામાં કહ્યુ કે અમારી પાર્ટી આ પ્રસ્તાવનું પૂરુ સમર્થન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે બિલ પાસ થાય. અમારી પાર્ટી આર્ટિકલ 370 અને અન્ય બિલનો કોઈ વિરોધ નહિ કરીએ.

આ પણ વાંચોઃ રાખી સાવંતે કબૂલ્યા NRI સાથે લગ્ન, 'ફેન છે જે મને બહુ જ પ્રેમ કરે છે'આ પણ વાંચોઃ રાખી સાવંતે કબૂલ્યા NRI સાથે લગ્ન, 'ફેન છે જે મને બહુ જ પ્રેમ કરે છે'

English summary
Shiv Sena, Rajya Sabha MP Sanjay Raut on jammu kashmir section 370 Bill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X