આજે સંજય દત્તે ક્યાં શરણે થવું તે કોર્ટ નક્કી કરશે

સંજયની શરણે થઈ જવા માટેની તારીખ 16 મે, 2013 છે. 1993ના બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં અપરાધી જાહેર કરાયેલા સંજય દત્તે અહીં ‘ટાડા' કોર્ટને વિનંતી કરી છે કે પોતાને તેની સમક્ષ શરણે આવવાને બદલે બદલે પુણેની યરવડા જેલમાં સરેન્ડર કરવાની મંજૂરી આપે.
સંજયે ટાડા કોર્ટને એમ કહ્યું છે કે તેને અમુક કટ્ટરવાદી જૂથો તરફથી પોતાના જાન પર ખતરો જણાય છે. તેથી એ કોર્ટને બદલે જેલમાં શરણે જવાનું પસંદ કરે છે. સંજયની અરજીની સુનાવણી કરનાર જજ જી.એ. સનપે તપાસ એજન્સી સીબીઆઈને જવાબ આપવા કહ્યું છે અને સુનાવણી બુધવાર પર મુલતવી રાખી હતી.
સરેન્ડર થવા માટે વધારે સમય આપવા સંજયની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ સંજયે ટાડા કોર્ટમાં અરજી નોંધાવી હતી. 1993ના મુંબઈ બ્લાસ્ટ્સ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ સંજયને પાંચ વર્ષની જેલની સજા કરાઈ છે. તે 18 મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે અને હવે બાકીના 42 મહિના તેણે વિતાવવાના છે.












Click it and Unblock the Notifications
