ઇઝરાયલના PM અને તેમના પત્ની તાજમહેલની મુલાકાતે

Written By:
Subscribe to Oneindia News

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રવિવારથી છ દિવસ માટે ભારતની મુલાકાતે છે, નક્કી કાર્યક્રમ અનુસાર પીએમ નેતન્યાહૂ અને તેમની પત્ની તાજમહેલની મુલાકાત લેવા આગ્રા જનાર છે. આગ્રામાં મુખ્યમંત્રી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે. સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખતા મંગળવારે તાજમહલ લગભગ બે કલાક બંધ રહેશે. 16 જાન્યુઆરીની સવારે 10.20થી બપોરે 12.30 સુધી તાજમહેલ સામાન્ય લોકો માટે બંધ રહેવાનું હતું. 9.20 વાગ્યાથી જ તાજમહેલ માટે ટિકિટ મળતી બંધ થઇ ગઇ હતી.

tajmahal

મીડિયાના અહેવાલો અનુસાર, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોમવારે સાંજે જ આગ્રા પહોંચી ગયા હતા, તેઓ સર્કિટ હાઉસમાં રોકાયા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ સીએમ યોગી ત્રીજીવાર આગ્રા પહોંચ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ સાથે લગભગ અન્ય 100 લોકો હાજર રહેશે. તાજમહલની મુલાકાત અને લંચ પતાવી લગભગ 3 વાગે તેઓ દિલ્હી પરત ફરવા રવાના થનાર છે.

English summary
Today Israeli PM Benjamin Netanyahus Agra visit: Here's his itinerary.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.