આજે બપોરે 2 વાગે નરેન્દ્ર મોદીનો ભાંડો ફોડશે કપિલ સિબલ

કહેવાય છે કે, ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણો સાથે જોડાયેલા એક કેસમાં નરેન્દ્ર મોદીનાં મુખ્ય સચિવ, કેસનાં સરકારી વકીલ અને જાણીતા લૉયર રામ જેઠમલાણી એકબીજાનાં સતત સંપર્કમાં રહ્યા હતા. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ‘ઉઘાડા' પાડીને લોકોની સહાનુભૂતિ મેળવવાનાં પ્રયત્ન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગુજરાત રમખાણોમાં એક હજારથી વધુ લોકોનાં મરણ થયા હતા. માનવઅધિકાર સંગઠનોનો આરોપ છે કે આ રમખાણોમાં મોદીની ભૂમિકા પર તેમને શંકા છે અને તે પણ રમખાણો ફેલાવવામાં જવાબદાર હતા.












Click it and Unblock the Notifications
