For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે કોર્ટમાં રજૂ થશે કાર્તિ ચિદમ્બરમ, હાલ છે CBI રિમાન્ડ પર

સીબીઆઇએ પટિયાલા હાઉસ કોર્ટમાં 15 દિવસના રિમાન્ડ પર મોકલવાની માંગણી કરી હતી. પણ કોર્ટે કાર્તિને એક દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.આજે કોર્ટમાં રજૂ થશે કાર્તિ ચિદમ્બરમ, હાલ છે CBI રિમાન્ડ પર છે.

|
Google Oneindia Gujarati News

પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ આજે કોર્ટમાં રજૂ થશે. હાલ કાર્તિ ચિદમ્બરમ સીબીઆઇ રિમાન્ડ પર છે. બુધવારે તેમની ધરપકડ પછી સીબીઆઇએ પટિયાલા હાઉસ કોર્ટમાં 15 દિવસના રિમાન્ડ પર મોકલવાની માંગણી કરી હતી. પણ કોર્ટે કાર્તિને એક દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. સીબીઆઇના ખાસ અદાલતના જજ સુમિત આનંદે આ મામલે સુનવણી કરી હતી. સીબીઆઇએ કહ્યું કે કાર્તિ સવાલોના જવાબ નથી આપતા. સાથે જ તેમણે તપાસના પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે તેવો આરોપ પણ સીબીઆઇએ લગાવ્યો હતો. ત્યાં જ કાર્તિના વકીલ અભિષેક મનુ સિંધવીએ પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે કાર્તિ 23 ઓગસ્ટ, 2017થી તપાસમાં સહયોગ આપી રહ્યા છે. અને 22 કલાક તેમણે સીબીઆઇના સવાલોના જવાબ આપ્યા હતા. અને તેમની પાસે હવે કંઇ કહેવા માટે બચ્યું નથી.

karti

અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે સીબીઆઇએ બે વાર તેમને તપાસ માટે બોલાવ્યા. બન્ને વાર તે આવ્યા તે પછી પણ સીબીઆઇ કહે છે કે તે તપાસમાં સહયોગ નથી કરતા તો તે કેવી રીતે શક્ય છે. તમને જણાવી દઇએ કે નિવેશ સંવર્ધન બોર્ડ એટલે કે ફેમાએ આઇએનએક્સ મીડિયાને વર્ષ 2007માં વિદેશી પૂંજી ભેગી કરવાની અનુમતિ આપી હતી. અને આ મામલે કાર્તિનું નામ તે વખતે આવ્યું જ્યારે તેમના પિતા પી. ચિદમ્બરમ યુપીએ સરકારના નાણાં મંત્રી હતા. ઇડીની તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે કાર્તિના સીએ એ ખોટી રીતે સંપત્તિને અર્જિત કરવામાં તેમની મદદ કરી હતી. હાલ તેના સીઓ ને પણ 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. જે પછી તેને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

English summary
Today Karti Chidambaram in court INX Media case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X