રાજકોટવાસી પૂજારાની હુબલીમાં સદી, આજના ખાસ સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક સમાચારોની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર દ્વારા આજે બીસીસીઆઇને એક પત્ર પાઠવવામા આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, તે તેની 200મી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે. બીજી તરફ રાજકારણની વાત કરવામાં આવે તો, જગમોહન રેડ્ડીને ભૂખ હડતાળના પાંચમા દિવસે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ક્રિકેટના અન્ય સમાચારની વાત કરવામાં આવે તો ચેતેશ્વર પૂજારા અને ગૌતમ ગંભીરે સદી ફટકારી છે. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

એક ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય

એક ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય બચ્ચને નવી દિલ્હીમા એક ઇવેન્ટમાં હાજરી આપી હતી.

ઇસ્ટ એશિયા સમિટમાં મનમોહન સિંહ

ઇસ્ટ એશિયા સમિટમાં મનમોહન સિંહ

બ્રુનેઇ દારુસલેમમાં ઇસ્ટ એશિયા સમિટમાં હાજરી આપી રહેલા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ.

દૂર્ગા પૂજામાં અબ્દૂલ કલામ

દૂર્ગા પૂજામાં અબ્દૂલ કલામ

નવી દિલ્હીમાં એક દૂર્ગા પૂજામાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દૂલ કલામે હાજરી આપી હતી.

જગમોહન રેડ્ડીને હોસ્પિટલ લઇ જવાયા

જગમોહન રેડ્ડીને હોસ્પિટલ લઇ જવાયા

હૈદરાબાદમાં ભૂખ હડતાળ કરી રહેલા વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પ્રેસિડેન્ટ જગમોહન રેડ્ડીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પાર્લામેન્ટમાં તેલંગણા બીલ

પાર્લામેન્ટમાં તેલંગણા બીલ

હૈદરબાદમાં હૈદરાબાદને રાજધાની તરીકે જાહેર કરતા તેલંગણા બીલને પાર્લામેન્ટમાં રજુ કરવાની માંગ કરવામાં આવી હતી.

મુક વિરોધ

મુક વિરોધ

શ્રીનગરમાં એપીડીપી દ્વારા મુક વિરોધ કરવામાં આવ્યો હતો.

યુપીએસસી બહાર વિરોધ

યુપીએસસી બહાર વિરોધ

નવી દિલ્હીમાં જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ દ્વારા યુપીએસસી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ફાસ્ટનો 4 દિવસ

ફાસ્ટનો 4 દિવસ

નવી દિલ્હીમાં આંધ્ર ભવન પાસે તેલંગણા મુદ્દેની ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડૂની ભૂખ હડતાળ ચોથા દિવસમાં પહોંચી હતી.

તબુ જોધપુર પહોંચી

તબુ જોધપુર પહોંચી

14 વર્ષ જુના કાળિયાર કેસની સુનાવણીમાં હાજરી રહેવા માટે બૉલીવુડ અભિનેત્રી તબુ જોધપુર પહોંચી હતી.

બકરી ઇદ પહેલા બકરાની ખરીદી

બકરી ઇદ પહેલા બકરાની ખરીદી

મહારાષ્ટ્રના કરાદમાં મુસ્લિમો દ્વારા બકરી ઇદ પહેલાં બકરાની ખરીદી કરવામાં આવી રહી છે.

દિલશાને જાહેર કરી નિવૃત્તિ

દિલશાને જાહેર કરી નિવૃત્તિ

શ્રીલંકન ક્રિકેટના પૂર્વ સુકાની તિલકરત્ને દિલશાને ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. એ સમયે તે ભાવુક થઇ ગયો હતો. તેણે કહ્યું હતું કે તેણે યુવાનો માટે જગ્યા બનાવી છે.

નવી દિલ્હીમાં ભાજપની પ્રેસ કોન્ફરેન્સ

નવી દિલ્હીમાં ભાજપની પ્રેસ કોન્ફરેન્સ

નવી દિલ્હીમાં ભાજપના જેપીસી મેમ્બર જસવંત સિંહ, યશવંત સિન્હા અને ગોપિનાથ મુંડેએ એક પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી.

વિલ્સ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા ફેશન વીક

વિલ્સ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા ફેશન વીક

નવી દિલ્હીમાં વિલ્સ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા ફેશન વીક સ્પ્રિંગ સમર 2014 દરમિયાન ડિઝાઇનર પિઓ પઉરોની ડિઝાઇનને રજૂ કરી રહેલી ડિઝાઇન.

ગંભીરની સદી

ગંભીરની સદી

ભારત એના બેટ્સમેન ગૌતમ ગંભીરે વેસ્ટ ઇન્ડિઝ એ સામેની મેચના બીજા દિવસે સદી ફટકારી હતી.

પૂજારાની સદી

પૂજારાની સદી

ભારત એના સુકાની ચેતેશ્વર પૂજારાએ વેસ્ટ ઇન્ડિઝ એ સામેની મેચના બીજા દિવસે સદી ફટકારી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X