વાંચો 13 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ક્રિકેટ અંગે વાત કરીએ તો ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર દ્વારા વાનખેડેના સ્ટાફ સાથે ગ્રુપ તસવીર ખેંચાવવામાં આવી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા દ્વારા આકરી પ્રેક્ટિસ કરવામાં આવી હતી. રાજકારણ અંગે વાત કરવામાં આવે તો એચ એસ બાલીએ આજે કોંગ્રેસ જોઇન્ટ કર્યું છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મીડિયા સંમેલન યોજવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

હેન્ડ ઇન હેન્ડ 2013

હેન્ડ ઇન હેન્ડ 2013

ભારત અને ચાઇનીઝ દળ દ્વારા ઇન્ડો-ચાઇના જોઇન્ટ મિલેટ્રી એક્સરસાઇઝ હેન્ડ ઇન હેન્ડ 2013માં ભાગ લીધો હતો.

નેશનલ સેમિનારમા દલાઇ લામા

નેશનલ સેમિનારમા દલાઇ લામા

નવી દિલ્હીમાં નાલંદા ટ્રેડિશન ઓફ બુદ્ધિસમ ઇન એશિયા પરના નેશનલ સેમિનારના ઉદ્ઘાટનમાં હાજર રહેલા ટિબેટિન ધાર્મિક ગુરુ દલાઇ લામા.

માગ્નુસ કાર્લસેન સામે વિશ્વનાથ આનંદ

માગ્નુસ કાર્લસેન સામે વિશ્વનાથ આનંદ

ચેન્નઇમાં એફઆઇડીઇ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં નોર્વેના માગ્નુસ કાર્લેસન સામે પોતાની ચાલ ચાલી રહેલા ભારતના વિશ્વનાથ આનંદ.

સ્ટાફ સાથે ગ્રુપ ફોટો

સ્ટાફ સાથે ગ્રુપ ફોટો

સચિન તેંડુલકરે પોતાની 200મી ટેસ્ટ પૂર્વે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં સ્ટાફ સાથે ગ્રુપ તસવીર ખેંચાવી હતી.

એસ એસ બાલી કોંગ્રેસમાં જોડાયા

એસ એસ બાલી કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્હીમાં એચ એસ બાલીએ દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિતની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીને જોઇન્ટ કરી હતી.

સ્ટે આવતા કૉંપા કોલા કોલોની ખુશ

સ્ટે આવતા કૉંપા કોલા કોલોની ખુશ

સુપ્રિમ કોર્ટ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે લાવી દેવામાં આવતા કૉંપા કોલા હાઉસિંગ કોલોનીના રહેવાસી ખુશ થઇ ગયા હતા.

મુંબઇ ટેસ્ટ માટે પ્રેક્ટિસ

મુંબઇ ટેસ્ટ માટે પ્રેક્ટિસ

મુંબઇમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ દ્વારા આકરી પ્રેક્ટિસ કરવામાં આવી હતી.

કૉંપા કોલાના રહેવાસી વિરુદ્ધ કાર્યવાહી

કૉંપા કોલાના રહેવાસી વિરુદ્ધ કાર્યવાહી

મુંબઇની કૉંપા કોલા હાઉસિંગ કોલોનીમાં ડિમોલિશન કાર્યવાહી રોકી રહેલા રહેવાસીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે બાદમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આ ડિમોલિશન પર રોક લગાવી દેવામાં આવી છે.

રેપ નિવેદન અંગે માફી

રેપ નિવેદન અંગે માફી

રેપ અંગે અશોભનિય નિવેદન કરનાર સીબીઆઇના ડિરેક્ટર રંજીત સિંહાએ નવી દિલ્હીમાં મીડિયા સમક્ષ માફી માગી હતી.

ઓલ ઇન્ડિયા રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ

ઓલ ઇન્ડિયા રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ

નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમબરમ દ્વારા ઓલ ઇન્ડિયા રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ ઇન એક્સપોર્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આઇએમને ફંડ એકઠું કરનારને કોર્ટમાં કરાઇ હાજર

આઇએમને ફંડ એકઠું કરનારને કોર્ટમાં કરાઇ હાજર

મેંગ્લોરની કોર્ટમાં આઇએમ માટે ફંડ એકઠું કરનારી આયેશા બાનુને હાજર કરવામાં આવી હતી.

નાગ્રોતામાં મુખ્યમંત્રી

નાગ્રોતામાં મુખ્યમંત્રી

જમ્મૂ અને કાશ્મિરના મુખ્યમંત્રીએ જમ્મૂના નાગ્રોતામાં કોન્ફરન્સ કરી હતી.

બાળ દિવસે સચિનને શુભેચ્છા

બાળ દિવસે સચિનને શુભેચ્છા

બાળ દિવસ નિમિત્તે અમદાવાદની પંડિત જવાહર લાલ નહેરુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સચિન તેંડુલકરને તેની લાંબી ક્રિકેટ કારકિર્દી બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ટીયરગેસ છોડાયો

ટીયરગેસ છોડાયો

શ્રીનગરમાં મોહરમ દરમિયાન વાતાવરણ ડોહળાતા પોલીસ દ્વારા ટોળાઓને વિખેરવા માટે ટીયરગેસના ગોળા છોડવામાં આવ્યા હતા.

મીડિયા સંમેલનમાં મોદી

મીડિયા સંમેલનમાં મોદી

મુખ્યમંત્રી નિવાસ્થાન ગાંધીનગર ખાતે મીડિયા સંમેલનને સંબોધી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી.

મેહંદી સેરેમની

મેહંદી સેરેમની

અઝમેરમાં ખ્વાજા મોઇનુદ્દિન ચિસ્તિની દરગાહ પર મેહંદી સેરેમનીમાં ભાગ લઇ રહેલા શ્રદ્ધાળુઓ.

CHOGMમાં ભારતના વિદેશમંત્રી

CHOGMમાં ભારતના વિદેશમંત્રી

શ્રીલંકાના કોલંબોમાં યોજાઇ રહેલી કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ(CHOGM)માં વિદેશમંત્રીઓની બેઠકોમાં ભાગ લઇ રહેલા ભારતના વિદેશમંત્રી સલમાન ખુર્શિદ.

ગોવાહાટીમાં આગ

ગોવાહાટીમાં આગ

ગોવાહાટીના માચખોવાના રહેણાક વિસ્તારમાં આગ લાગી હતી. જેને બુઝાવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X