For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો 18 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળો પર ચૂંટણી રેલી સંબોધવામાં આવી રહી છે, જેમાં તેમણે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા છે. અન્ય રાજકારણ સાથે જોડાયેલી બાબતો અંગે વાત કરવામાં આવે તો નવી દિલ્હીમાં તેલંગણા મુદ્દે આજે એક બેઠક મળી હતી. બૉલીવુડ અંગે વાત કરવામાં આવે તો, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, નીતા અંબાણી સહિતની હસ્તીઓએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

તેલંગણા મુદ્દે બેઠક

તેલંગણા મુદ્દે બેઠક

નવી દિલ્હીમાં તેલંગણા મુદ્દે એક બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી સુશિલ કુમાર શિંદે, વીરપ્પા મોઇલી, જયરામ રમેશ, આંધ્રના મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડી હાજર રહ્યાં હતા.

ત્રિપુરારી પૂર્ણિમા

ત્રિપુરારી પૂર્ણિમા

મહારાષ્ટ્રના કરાદ ખાતે મહિલાઓ દ્વારા ત્રિપુરારી પૂર્ણિમા નિમિત્તે નદીમાં દિવા પ્રગ્ટાવવામાં આવ્યા હતા.

છત્તરપુરમાં મોદીની રેલી

છત્તરપુરમાં મોદીની રેલી

મધ્ય પ્રદેશના છત્તરપુરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી રેલીને સંબોધવામાં આવી હતી.

ઉંટના ગ્રાહકોની પ્રતિક્ષા

ઉંટના ગ્રાહકોની પ્રતિક્ષા

જમ્મૂમાં જિહરી ફેર દરમિયાન ગ્રાહકોની પ્રતિક્ષા કરી રહેલા ઉંટના વેપારી.

કોર્ટમાં હાજર કરાયા આસારમ

કોર્ટમાં હાજર કરાયા આસારમ

જોધપુરમાં સેશન કોર્ટમાં આજે આસારમ બાપુને હાજર કરવામાં આવ્યા હતા.

સ્લમ બાળકોની મુલાકાત

સ્લમ બાળકોની મુલાકાત

નવી દિલ્હીમાં આંબેડકર સ્લમ વિસ્તારના બાળકો સાથે મુલાકાત કરી રહેલા ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી જુલી બિશોપ.

એએમએફએઆર ઇવેન્ટમાં સેલિબ્રિટી

એએમએફએઆર ઇવેન્ટમાં સેલિબ્રિટી

મુંબઇ ખાતે એએમએફએઆર ઇવેન્ટમાં હાજર રહેલા અભિષેક બચ્ચન, શારોન સ્ટોન, નીતા અંબાણી, એશ્વર્યા રાય બચ્ચન.

ફેશન ઇવેન્ટમાં મોડલનું રેમ્પ વોક

ફેશન ઇવેન્ટમાં મોડલનું રેમ્પ વોક

ગોરેગાવમાં એક ફેશન ઇવેન્ટ દરમિયાન રેમ્પ વોક કરી રહેલી મોડલ.

એન્યુઅલ રિસોર્સ ડેવલોપમેન્ટ વીક

એન્યુઅલ રિસોર્સ ડેવલોપમેન્ટ વીક

કોલકતામાં એન્યુઅલ રિસોર્સ ડેવલોપમેન્ટ વીક દરમિયાન હાજર રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી.

 પૂણેમાં પૂર્વ વેસ્ટ ઇન્ડીઝ સુકાની

પૂણેમાં પૂર્વ વેસ્ટ ઇન્ડીઝ સુકાની

પૂણેમાં એક ગ્લોરી ક્રિકેટ મ્યુઝિયમમાં લગાવવામાં આવેલી તસવીર પર પોતાના હસ્તાક્ષર આપી રહેલા વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ સુકાની ક્લીવ લોઇડ.

મુંબઇમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશયી

મુંબઇમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશયી

મુંબઇના કાલવા વિસ્તારમાં આજે એક ચાર માળની બિલ્ડિંગ ધરાશયી થઇ ગઇ હતી. જ્યાં રાહત ટૂકડી દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

 કેનેડિયન-ઇન્ડિયન લેખિકા વચ્ચે ચર્ચા

કેનેડિયન-ઇન્ડિયન લેખિકા વચ્ચે ચર્ચા

કેનેડિયન લેખિકા માર્લિન હેમસ્ટ્રાટ અને લેખિકા શુભાષિની દિનેશન નવી દિલ્હી ખાતે ભારત આંતરરાષ્ટ્રીય સેન્ટરની એક ઇવેન્ટમાં મળ્યા હતા, જ્યાં તેમની વચ્ચે ખાસી ચર્ચા થઇ હતી.

English summary
here is some top news with photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X