વાંચો 29 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો રાજકારણ અંગે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જોધપુરમાં એક ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી. ક્રિકેટ અંગે વાત કરીએ તો સચિન તેંડુલકરે એક પ્રમોશનલ ઇવેન્ટમાં બેટિંગ ટીપ્સ આપી હતી. અન્ય ક્રિકેટના સમાચારની વાત કરવામાં આવે તો વિનોદ કાંબલી હૃદય રોગનો હુમલો થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

વિનોદ કાંબલીને દાખલ કરાયા

વિનોદ કાંબલીને દાખલ કરાયા

મુંબઇ ખાતે હૃદય રોગનો હુમલો આવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી.

મોદીની રેલીમાં સમથર્કોનો સેલાબ

મોદીની રેલીમાં સમથર્કોનો સેલાબ

જોધપુરમાં નરેન્દ્ર મોદી દ્વારા સંબોધવામાં આવેલી ચૂંટણી રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ અને મોદીના સમર્થકોનો જનસેલાબ જોવા મળ્યો હતો.

ઇન્ડિયા ઇકોનોમિક કોંક્લેવ

ઇન્ડિયા ઇકોનોમિક કોંક્લેવ

નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇકોનોમિક કોંક્લેવમાં હાજરી આપવા આવેલા આઇસીઆઇસીઆઇના એમડી અને સીઇઓ ચંદા કોચર, રેનબક્સી લેબોરેટરીના સીઇઓ માલવિંદર સિંહ.

પશ્ચિમ બંગાળ વિધાનસભા બહાર દેખાવ

પશ્ચિમ બંગાળ વિધાનસભા બહાર દેખાવ

કોલકતામાં લેફ્ટ પાર્ટીના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓને લઇને પશ્ચિમ બંગાળ વિધાનસભા બહાર દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોચની ભૂમિકામાં સચિન

કોચની ભૂમિકામાં સચિન

મુંબઇમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં એક યુવા છોકરીને ક્રિકેટ ટિપ્સ આપી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર.

આસામના પ્રવાસે રાષ્ટ્રપતિ

આસામના પ્રવાસે રાષ્ટ્રપતિ

આસામના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી લખમીપુર જિલ્લાના લિલાબારી એરપોર્ટ પર પહોંચ્યા હતા.

વિદ્યાર્થી દ્વારા કરાયો હુમલો

વિદ્યાર્થી દ્વારા કરાયો હુમલો

અલ્હાબાદમાં મુસ્લિમ મોર્ડિંગ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ જેકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્હાબાદ યુનિવર્સિટીના ડીન આર આર તિવારીને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

પશ્ચિમ સરકાર વિરુદ્ધ શક્તિ પ્રદર્શન

પશ્ચિમ સરકાર વિરુદ્ધ શક્તિ પ્રદર્શન

વિવિધ મુદ્દાઓને લઇને કોલકતામાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ લેફ્ટ નેતા બિમન બાસુ, સૂર્યા કાંતા મિશ્રા અને કષ્તિ ગોસ્વામી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X