ના તો મોદી પ્રત્યે લગાવ, ના તો છે નફરતઃ તોગડિયા
રાંચી, 24 જૂનઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ સોમવારે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે ના તો તેમને લગાવ છે અને ના તો તેઓ નફરત કરે છે. તેઓ માત્ર 100 કરોડ હિન્દુઓ પ્રત્યે સમર્પિત છે. તોગડિયાએ સોમવારે એક પત્રકાર પરિષદમા આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન સબબ ઉક્ત વાત કહીં હતી. એવુ માનવામાં આવે છે કે, કેટલાક સમયથી મોદી અને તોગડિયા વચ્ચે સંબંધોમાં મીઠાશ નથી, જેના કારણે વિહિપે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રીનું ખુલીને સમર્થન કર્યું નહોતું.
મોદીને તાજેતરમાં ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવવા અંગે તોગડિયાએ કહ્યું કે, જે પણ વ્યક્તિ કે સંગઠન 20 કરોડ કે 120 કરોડ લોકોની વાત છોડીને 100 કરોડ હિન્દુઓ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે હું તેની સાથે છું, અન્યથા મારું જરા પણ સમર્થન નહીં હોય.

મોદી સાથે વિવાદ અંગે પૂછવામાં આવતા તોગડિયાએ કહ્યું કે મારે વ્યક્તિગત ના તો કોઇ રાગ છે અને ના તો કોઇ દ્વેષ, જે હિન્દુઓ સાથે જાહેરમાં ઉભા છે, હું તેમની સાથે છું. તાજેતરમાં ઉત્તરાખંડમાં હાલમાં વાદળ ફાટવાથી જે વિનાશ થયો છે, તે અંગે તેમણે અફસોસ વ્યક્ત કર્યો છે અને રાજનીતિ ના થવી જોઇએ તેમ કહ્યું છે.












Click it and Unblock the Notifications
