Tokyo Olympic:ટોક્યોની ગરમીને માત આપવા હોકી ટીમે બનાવી હતી ખાસ યોજના

ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીતીને ઇતિહાસ દોહરાવ્યો છે. ગુરુવારે પ્લે-ઓફ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીતીને ઇતિહાસ દોહરાવ્યો છે. ગુરુવારે પ્લે-ઓફ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતના હોકી કેપ્ટન મનપ્રીત સિંહે ઐતિહાસિક ઓલિમ્પિક મેડલ કોવિડ વોરિયર્સના નામે કર્યો છે. કોવિડ-19 ના કારણે ઓલિમ્પિક્સ એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય પુરૂષ ટીમને બેંગલુરુમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) કેન્દ્રમાં બંધ કરી દેવામાં આવી હતી. દેશમાં કોરોનાની સ્થિતિ ખરાબ હતી.

Tokyo Olympics

ભારતીય કેપ્ટન મનપ્રીત સિંહ અગાઉથી જાણતા હતા કે ટોક્યોની ગરમીનો સામનો કરવા માટે ટીમને બપોરે તાલીમ આપવાની જરૂર છે. પરંતુ સૂર્યની તીવ્ર ગરમીમાં તાલીમ આપવી ખૂબ જ અઘરું કામ હતુ. ટીમના અધિકારીઓ અને ખેલાડીઓ થોડી અનિચ્છા ધરાવતા હતા કારણ કે તેનાથી સ્નાયુઓમાં ખેંચાણ, ઈજા થઈ શકે. જોકે, કોચ ગ્રેહામ રીડને કેપ્ટનના વિચારમાં દમ લાગ્યો અને ત્રણ મહિના પહેલા ટીમે બપોરે પ્રેક્ટિસ શરૂ કરી હતી

ટોક્યો રવાના થતા પહેલા કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું હતુ કે, વર્ષના આ સમયે ટોક્યોમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે, તેથી અમે બપોરે ગરમીની આદત પાડવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મનપ્રીતે કહ્યું કે, "ઉનાળામાં તાલીમ આપણાં ફિટનેસ સ્તરની પણ કસોટી કરશે કારણ કે આપણે વિશ્વની ટોચની ટીમો સામે સ્પર્ધા કરવા જઈ રહ્યા છીએ અને ભાગ્યે જ કોઈ મેચ સરળ હશે.

આ દિવસોમાં જાપાનમાં ખરેખર ગરમી પડી રહી છે, અને હોકી જેવી લાંબો સમય ચાલતી આઉટડોર રમતોમાં, ઓલિમ્પિક અધિકારીઓએ ખેલાડીઓ માટે મેચ ક્વાર્ટર વચ્ચે આરામ કરવાનો સમય બમણો કર્યો છે. આ ઉપરાંત, દરેક ક્વાર્ટરમાં ટર્ફ પણ પાણી છાંટવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X